Posted by: bansinaad | Wednesday, April 30, 2008

ખંડાલાનું સૌંદર્યં ચરમસીમાએ-ચોમાસામાં

ચોમાસાંનું કુદરતી સૌંદર્ય માણવાં ખંડાલા-લોનાવલાં અમે ઘણી વખત જતાં. મારી પ્રાર્થના રહેતી કે  ખુબ વરસાદ પડે, નદી નાળાં છલકાઈ જાય અને સાથે સાથે આભ ને ચુમતાં વાદળો મન મુકી ને પોતાને સુંદરતા વિખેરે.  અસંખ્ય ધોધ નાનાં મોટાં ડુંગરાઓ માંથી માર્ગ કાઢતાં કાઢતાં, ખળ ખળ વહેતી નદીઓમાં સમાવા અને પછી અરબી સમુદ્ર તરફ ધસમસતાં જોતાં નિહાળવાં એટલે જાણે દુનિયાભરની સુંદરતાને મનનાં અરીસામાં હમેશ માટે કંડારી હ્ર્દય માં સ્થાપી કુદરતને પામવું. ખંડાલા જવાં માટે મારી માનીતી ‘ડેક્કન ક્વીન’ ટ્રેન માં હું બેસતો તે પણ બારી પાસે જ.સહ્યાદ્રીનાં પર્વતોને વિંધી ને આગળ વધતી ટ્રેનની બારી માંથી મદમસ્ત વાદળો મને મળવાં આતુર જણાતાં. બારી માંથી હાથ કાઢી એ ભીનાં વાદળોને સ્પર્શવાનો આનંદ કઈંક અનેરો જ હતો. ઈંડિઅન રેલ્વે ફેન ક્લબ ની વેબ સાઈટ પર થી એ સુંદરતા નો થોડો અનુભવ કરો:મંકી હીલ અને ખંડાલા
 
જયશ્રી એ એનાં ટહુકામાં મુકેલુ મુકેષ જોશી નું ‘વરસાદ’ ગીત યાદ આવી ગયું. એમાં મે કઈંક આવા પ્રતિભાવો આપ્યાં હતાં.

મુકેશ જોષી નું આ ગીત કુદરતી સૌંદર્ય ના સ્વરુપે મન ની લાગણીઓ ને વાચા આપતું લાગે છે.’લીલાછમ પાંદડા’ અને એ પણ પાછા ‘મલકતાં’, ‘ધરતી’, ‘વરસાદ’, ‘ડુંગરાઓ’,’દરીઓ’, ‘નદી’ અને ‘આભ’ – એ બધાં ને મેં મારી આંખો માં સમાવી દીધાં ત્યારે ખંડાલા-લોનાવલા માં ગાળેલાં ચોમાસા ના ત્રણ દિવસો યાદ આવી ગયાં. ફરક એટલો જ કે ત્યાં અસંખ્ય નાનાં ઝરણાંઓ અને તેજગતી એ ઉછળતાં ધોધ – નદીઓ ને મળવાં બેચેન જણાયાં.
નિહાળો: ખંડાલા માં વરસાદ    અને વાદળોનો અભિસાર


Responses

  1. તમારી ટીપ્પણી માટે ખુબ ખુબ આભાર. એકદમ સરસ. અને તમે જે રીતે શબ્દો થી વર્ણન કર્યું છે તે વાંચી ને તો મને પણ લોનાવલાં અને ખંડાલા જવા ની ઈચ્છા થઈ ગઈ છે…આ ચોમાસા મા તો કઈંક કરવુ પડસે.


Leave a response

Your response:

Categories