Posted by: જય ભટ્ટ | સોમવાર, April 28, 2008
મારા સ્વપ્નનું ભારત – ગાંધીજીના શબ્દોમાં
“માતૃભાષા અને વિશ્વભાષા
હું મારા ઘરની આસપાસ દીવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માગતો. મારા ઘરની આસપસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરીઓ છૂટથી વાતી રહે એમ હું ઈચ્છું છું. પણ પવનની એવી કોઈ લહેરી દ્વારા જમીનથી અધ્ધર થઈ જવાનો હું ઈનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતાં આપણા તરૂણ સ્ત્રી-પુરુષો અંગ્રેજી ભાષા તેમ જ બીજી વિશ્વભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઈચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિંદને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું છું. પરંતુ એક પણ હિંદવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેને લાગે, એમ હું ઈચ્છતો નથી.”
Like this:
Be the first to like this post.
જયભાઇ
મહાત્માજી ના શબ્દો આજે કેટલા યોગ્ય લાગે છે. અંગ્રેજી ના વાવાઝોડા પહેલાંના આ શબ્દો એમની દુરંદેશી વ્યક્ત કરે છે.
આજે અપણે બારીને દ્વાર કરતાં પણ મોટી કરી બેઠા છીએ અવેજી ને આપણે આવશ્યકતા બનાવી દીધી છે
http://jayeshupadhyaya.wordpress.com
By: jayeshupadhyaya on સોમવાર, April 28, 2008
at 2:19 p