પ્રીતમ લખલાણીનુ એક કાવ્ય:
અચાનક
ક્યારેક્
કોઈ સવારે
બારીએ ડોકાતાં
અમે બે પડોશી
એકમેકને અમસ્તું જ
પૂછી બેસીએ છીએ:
“કેમ છો?”
ત્યારે વરસોથી
બે ફળિયા વચ્ચે
અંકાઈ ગયેલ થોરની વાડમાં
તે ક્ષણે
સંબંધનું એક ગુલાબ મહેંકી ઊઠે છે.
‘દમક’ માંથી, પૃ. ૬૪
સહિયારું સર્જન પર ‘કેમ છો?’ વિષય પર બીજી રચનાઓ વાંચવાનું ભુલશો નહિ.
Categories:
