વસંત ગાન
રમણીય વિહાર
પ્રેમ સમય
મનભાવન
રૂડી વસંત ગમે
રંગે રંગાવે
ગગનમાં નીરખું છું ચંદ્રને, પામું છું શીતળ અનુભૂતિ
મનનમાં ઓળખું છું ચંદ્રને, પામું છું પ્રેમની અનુમતિ
ચમનમાં જોઉં છું ચંદ્રને, ગુમાવું છું સંયમની મનોગતિ
અમનમાં ધારું છું ચંદ્રને, પામું છું શાંતિની લહેરખી
માનવ પણ પોતાનુ સંકુચિતપણું છોડી મનની વિશાળતાને વધારી મૈત્રીભાવને વિસ્તારી વૈશ્વિક બનાવે, તો કદાચ ‘વેર, ઝેર, રાગ, અને દ્વેશ’ જેવાં શબ્દો કાયમ માટે શબ્દકોશમાંથી નીકળી જાય. જરૂર છે ‘વૈશ્વિક મૈત્રીભાવ’ ની. સાચે જ ઘણી વખત એવું લાગે છે કે જીવનનાં અસ્તિત્વ વિષે સમજવાં કદાચ અગણિત જન્મારાઓ લેવા પડશે. ‘માનવમન’, ‘માનવ’ અને ‘પ્રેમ’ આ બધાં ને સમજવાં આ એક જન્મારો કેવી રીતે ચાલે? ‘લાગણી’ વગરની બુદ્ધિ માનવ-જીવનને મૈત્રીવિહિન બનાવી શકે છે. ‘બુદ્ધિ’ અને ‘લાગણી’ ના સમન્વયથી ‘વૈશ્વિક મૈત્રીભાવ’ વધી શકે અને જીવન મીઠું મધૂરૂં બની શકે.
પ્રીતમ લખલાણી ના એક કાવ્ય ‘અધૂરી કથા’ માં થી લખું છું:
મારા વિચારોની અલમારીમાં
ક્યારેક તું
વાંચ્યા વગરની
ધૂળ ખાતી નવલકથા સમી
આંખમાં ચઢે છે
Categories:
