Posted by: bansinaad | Sunday, March 30, 2008
આઠમા ધોરણ નો એક વર્ગ
હું આઠમા ધોરણમાં ભણતો હોઈશ ત્યારની આ નાનકડી વાત છે. એ દિવસે અમારાં વિજ્ઞાન ના શિક્ષક નહોતા આવ્યાં એટલે અમે બધાં ખુબ આનંદમાં હતાં. ખાસ તો હું કારણકે ઘરકામ કરવાનું હું ભૂલી ગયો હતો. અમારાં વર્ગ માં છોકરાઓ અને છોકરીઓ સાથે જ ભણતાં – તોફાની, હોશિયાર અને ચબરાક – બધાંનો સમાવેશ થતો. અરસપરસની ગાઢ મૈત્રી સાથે એકબીજાં ને ચીઢવવાનું પણ ભૂલતાં નહીં. અંતાક્ષરી રમવાનું શરૂ કર્યું ત્યારે એક વિદ્યાર્થીની એના પ્રિય મિત્ર માટે ‘ઓ મેરે દિલ કી ચેન’ ગીત ‘મેરે જીવનસાથી’ પિકચરનું શરૂ કર્યું. એ સમયે અમારાં એક તોફાની વિદ્યાર્થી એ બીજા એક વિદ્યાર્થી ના ખાના માથી એકાદ પુસ્તક લઈ છૂપી રીતે મારાં ખાનામાં મુકી દીધું. ગીત સાંભળવામાં અને સાથે સાથે મારૂં ઘરકામ કરવા માં હું વ્યસ્ત… થોડી વાર પછી એ વિદ્યાર્થી ને ખબર પડી ત્યારે એણે અમારાં હેડમાસ્ટરને ફરિયાદ કરી. સંગીતનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. અમારા સાહેબ નેતરની સોટી લઈ ને આવ્યાં. જાતે જઈને બધાં ના ખાના તપાસ્યાં ત્યારે મારાં ખાનામાંથી પુસ્તક નિકળતાં, કંઈ પણ કહું એ પહેલાં જ મને માર પડવાં લાગ્યો ત્યારે મને યાદ આવી ગયું ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમ ઘમ ‘ કે એવું જ કંઈક..એ જ વર્ષથી મે પહેલો નંબર કદી ન છોડ્યો.. મારાં જ વર્ગ ના વિદ્યાર્થીઓએ અમારી શાળાના વાર્ષિક મેળાવડાં વખતે મને ચુંટયો અમારાં વર્ગશિક્ષક ને અમારાં બધાં તરફ્થી એક ગિફ્ટ આપવાં માટે..આજે પણ કોઈક વાર યાદ આવતાં મારાં આલ્બમમાં મારાં શાળાનાં મિત્રો ની છબિઓને જોઈ પાછો નાનો થઈ મારી દાદરની રાજા શિવાજી વિદ્યાલય ના એ વર્ગ મા જવાની કલ્પના કરી લઉ છું ને સાથે સાથે મારાં શિક્ષકો ને પણ યાદ કરી જણાવું છું કે જીવનની નિશાળમાંથી મારૂં નવું નવું શીખવાનું ચાલું જ છે.
Sunder — vadhu wanchya pachee lakheesh -
By: - लावण्या on Friday, June 13, 2008
at 8:51 p