સંદેશના એક લેખમાં થી:
કૃષ્ણ કનૈયા એટલે નટખટ અને તોફાની ગોપીઓનાં માખણ ચોરવા - ખાવામાં પ્રસિદ્ધ બનેલ કૃષ્ણ-કનૈયા દ્વારકામાં દ્વારિકાધીશ કહેવાયો છતાં શરારત - તોફાન માટે રંગ રસિયાનું રૃપ રાજા રણછોડરાય તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. રંગ ગુલાલનું બીજું નામ રણછોડરાય.
“પ્રેમ આત્મા સાથે સંબંધ ધરાવે છે. માટે જ યુગોના યુગો વીતી ગયા પછી રાધાકૃષ્ણ એમ કહેવાય છે. ભલે પટરાણી તરીકે રૃક્ષ્મણી કે સત્યભામા હોય, પરંતુ કૃષ્ણની ઓળખ તો માત્ર રાધાના નામથી જણાય છે. પવિત્ર પ્રેમનું અદ્ભુત ને અજોડ ઉદાહરણ એટલે રાધાકૃષ્ણ. પ્રેમમાં રંગ અને મસ્તી બંને હોય છે. રંગ અને મસ્તી વિનાનો પ્રેમ શક્ય જ નથી. પરંતુ શુદ્ધ પ્રેમ અને વિકારરહિત પ્રેમની આવશ્યકતા છે. અને તે કૃષ્ણ કનૈયા માટે જ ફાગણ માસમાં મથુરા - દ્વારકાને ઠાકોરમાં રંગપર્વ બની હોળી - ધુળેટી ઉજવાય છે.
હોળી - ધુળેટી આવે એટલે ડાકોરનો રંગ જ બદલાઈ જાય છે. કૃષ્ણ કનૈયા રણછોડરાયના ભક્તો ઘર છોડીને ડાકોરના મંદિરમાં રંગપર્વની ઉજવણી કરવા દોડી આવે છે. હોળી જગતમાં ક્યારેક હોળી તરીકે ઉજવાતી હોય, પરંતુ રણછોડરાયના ધામ ડાકોરમાં રંગપર્વ તરીકે ઉજવાય છે. દિવાળીની માફક આનંદપર્વ બની જાય છે.”
આગળ વાંચો:
હોળી - ધુળેટી ઉપર ડાકોરનાં દર્શન એટલે રંગરસિયાનાં દર્શન
Posted in સંસ્કૃતિ
