Posted by: bansinaad | Tuesday, February 12, 2008
વાંસળી વગાડતો કાનુડો
વાંસળી વગાડતો કાનુડો
વાંસળી વગાડતાં કાનુડાની છબી ને જોતાં મન માં પ્રશ્ન ઉઠ્યો કે જો આપણે ટાઈમ મશીન નો સાથ લઈ એ સમય ના મથુરા-વૃંદાવન માં પંહોચી જઈએ, તો કાનો આપણને દર્શન આપે ખરો? એ બંસરીનો નાદ કેટલો રોમાંચિત હશે? એ દ્રશ્ય કેટલું ભાવવાહી હશે?
સાથે સાથે, નરસિંહ મહેતાની અમર કૃતિમાં કલ્પેલો ઈશ્વરીય ભાવ
અખિલ ભ્રમાંડ માં એક તું શ્રીહરિ
જુજવે રૂપ અનંત ભાસે
દેહ માં દેવ તું, તેજ માં તત્વ તું
શુન્ય માં શબ્દ થઈ વેદ ભાસે. .
પણ પ્રત્યક્ષ છતો થતો દેખાય. કેમ બરાબર ને?
જયભિખ્ખુની ‘પ્રેમભક્તકવિ જયદેવ’ માંથી: (પૃ: ૪૪)
‘હે ભગવાન્, પ્રેમમળ્યાં પંખીઓને હવે શી રીતે જુદાં કરું? સાથે ઊડવાંના શોખીન એ પારેવાંની પાંખો કયાં હાથે કાપું? કૃષ્ણને, કુબ્જાપતિને, રાધાપતિને ભજનારો, નિર્મળ દિવ્ય પ્રેમ ના ધારકને અન્યાય કે આપી શકે? અરે, જેના શ્વાસોશ્વાસમાં પવિત્રતા વહે છે, એને દુન્યવી નીતિ-ન્યાયોની શી પરવા? જેનો આત્મા સ્વયં સંબુદ્ધ છે, અએ ને આત્મનિરીક્ષણ ની કેવી જરૂર? જેની નસોમાં વિકારનો વેગ, વાસનાનું ઝેર ને કામ ને ગંધ નથી, એનું કાર્ય સંસાર ને ગમે તેવું લાગે, પણ તેની પ્રત્યેક અવસ્થા પવિત્ર છે. જે આ જન્મ અવિકારી છે, એને સ્ત્રીપ્રેમથી દૂર ભાગવાની કે સંયમ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી સ્ત્રી પોતે – વિષય પોતે એને સ્પર્શી ને પવિત્ર બને છે. શ્રીકૃષ્ણની લીલા સમજનારે આટલી કેળવણી લેવી જ પડશે…’
થોડીક મારી વિચાર-ધારા
રાધા-કૃષ્ણ, ગોપીઓ સાથે રાસ રમતાં શ્રીકૃષ્ણ, કુબ્જાપતિ, અને રાધાપતિ – આ બધાં માં જ કોઈ અનન્ય, અલૌકીક અને હ્ર્દય ના સુમધુર ભાવો ને ઝણઝણાવતો રોમાંચીત ભક્તિભાવ દ્રશ્યમાન થાય છે.કાના ની કોઈ કોઈ વાર મને ખુબ અદેખાઈ આવે છે ત્યારે …બસ હું ભુલી જાવું છું કે આ તો એની જ માયા છે અને એ માયા માં મને ખોવાડી ને નટખટ કાનો એની લીલા બતાવી રહ્યો છે..