Posted by: bansinaad | Monday, February 11, 2008

ફૂલ: સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી

ફૂલ: સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી

ફૂલોની મહેક, રૂપ, રંગ એના દિવાનાઓને બેતાબ કરી મૂકે છે. એટલે તો કાંટાનો પહેરો ઠેકીને ફૂલને ચંટવાની ગુસ્તાખી કરે છે. માનવી તો માનવી, ભમરો, મધમાખી અને પક્ષીઓ સુદ્ધાં એના રસના ઘેનમાં તરબતર થવાનું પસંદ કરે છે. મહેક વગરનાં ફૂલો પણ મોહક રૂપ ધારણ કરી મન પર કામણ કરે છે. તો પછી કવિ-ગઝલકાર ફૂલોની ખુશ્બૂથી પોતાના કવન ને કઈ રીતે બાકાત રાખી શકે?પોતાની જાત સાથે વાત કરવાનો સમય ભૌતિક સુખ પામવાની મથામણ માં ખોઈ ચૂકેલા માનવીને, એની જાત સાથે સંબંધ બાંધવા ફૂલ આપવાની જરૂર છે.

હર્ષદ ચંદારાણા:

બાંધવા સંબંધ એક ફૂલ આપીએ,
લાવ, ખુદને પણ એક ફૂલ આપીએ.

ફૂલને સ્પર્શવા ઝાકળ જેવા કોમળ બનવું પડે. તો જ એના સુંવાળા સ્પર્શને માણવાના સાચા હકદાર બની શકીએ.

રઈશ મણિયાર:

એ બહુ નજદીક છે છતાં જાણું છું,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.

પણ પ્રેમમાં પાગલ બનેલા ભમરાની વાતને હળવી ટકોરથી અદમ ટંકારવી આ રીતે વ્યક્ત કરે છે:

ફૂલને લઈને ઊડી ગયો ભમરો,
વાત ‘અદમ’ આટલી ગલત ન કર.

શૂન્ય પાલનપૂરી:

ફૂલના રસથી પ્યાલા ભરીએ,
આવ જરા મન હળવું કરીએ.

અઝીઝ ટંકારવી, ગઝલના મેઘધનૂષ, પૃ. ૬૩

Responses

એકદમ સુંદર ..! આ ફૂલો ની વાત નિકળી જ છે તો હુ આ લઘુ કાવ્ય ની છેલ્લી પંક્તિ અંહી પ્રસ્તુત કર્યા વિના રહી શકતી નથી… ‘ છે શોભા એ જ ઝાંકળ ની કે એ ફૂલો પર જઇ વરસે..!.’

Leave a response

Your response:

Categories