Posted by: જય ભટ્ટ | Saturday, February 9, 2008
‘સમી સાંજના ટહુકા’ – દિનેશ ડોંગરેની એક ગઝલ
ગઈ કાલે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના ગ્રંથાલયના ગુજરાતી વિભાગમાંથી ‘સમી સાંજના ટહુકા’ નામવાળું એક સુંદર પુસ્તક હાથમાં આવી ગયું. એમાંથી દિનેશ ડોંગરેની એક ગઝલ અહિ રજુ કરૂં છું.
પડેલાને કો’દિ ઊઠાવીને જોજે,
ને શ્રદ્ધાથી મસ્તક ઝૂકાવીને જોજે.
વિવિધ રંગથી છે સભર આખી દુનિયા,
સપન આંખમાં તું સજાવીને જોજે.
નજર પણ કુશલ એક નૃત્યાંગના છે,
ઈશારે કદી તું નચાવીને જોજે.
એ શંકર હતા કે પચાવી ગયા છે,
હળાહળ કદી તું પચાવીને જોજે.
હતું છેવટે નામ તારું જ હોઠે,
જરા લાશને હચમચાવીને જોજે.
પુસ્તક: ‘સમી સાંજના ટહુકા’, પૃ. ૩૫
સંપાદકો: ડો. ગોપાલ શાસ્ત્રી, ડો. પ્રદીપ પંડ્યા, અને ડો. વિરંચી ત્રિવેદી
nice gazal jaybhai… keep sharing from this book!
By: ઊર્મિસાગર on Sunday, February 10, 2008
at 3:49 p