Posted by: bansinaad | Tuesday, February 5, 2008

‘સ્નેહ’ એટલે – દોલતભાઈ દેસાઈ

દરિયે બેઠા અમે માત્ર શરીરે ઉદતી શીકર ઝીલતાં રહ્યાં,
ને ક્ષિતિજમાં સમંદરમાં ડૂબતો સૂર્ય જોતાં રહ્યાં,
હાથમાં હાથ મૂકી પાણીમાં છબછબિયાં કરતાં રહ્યાં,
ને પછી એમ જ કારમાં બેસી ઘરે આવ્યાં!
બધાં પૂછે: ‘બહુ વાતો કરીને કાંઈ!’,
કેવી રીતે કહું કે,
અમે વિના બોલ્યે લાખો વાતો કરી હતી (!?),
અમે ક્ષિતિજમાં વિસ્તર્યા હતાં ને મૌનમાં ફોર્યા હતાં! (?)

             –દોલતભાઈ દેસાઈ

દિવ્ય-ભાસ્કરમાં પ્રકાશિત થયેલી દોલતભાઈની આ રચના થોડામાં ઘણું સમજાવી જાય છે..કેમ ખરૂં ને?

વાંચો: ‘સ્નેહ’ એટલે


Leave a response

Your response:

Categories