Posted by: bansinaad | Saturday, February 2, 2008

પ્રેમ શું માત્ર બે વ્યક્તિ પૂરતો સીમિત હોવો જોઈએ?

પ્રેમ શું માત્ર બે વ્યક્તિ પૂરતો સીમિત હોવો જોઈએ? કે પછી સૂર્યના કિરણોની જેમ દુનિયાભરમાં ફેલાવો જોઈએ? પ્રેમ કેટલો વિશાળ છે? એની કોઈ સીમા નથી. અસંખ્ય લોકો સાથે જુદી જુદી પરિસ્થિતિમાં એને કેમ ન અનુભવી શકાય? કેમ આપી ન શકાય? બાળકો સાથેનો પ્રેમ? વિદ્યાર્થિઓ સાથેનો પ્રેમ? મિત્રો સાથેનો પ્રેમ? પ્રિય વ્યક્તિ સાથેનો પ્રેમ? દેશ પ્રત્યેનો પ્રેમ? કૌટુમ્બિક પ્રેમ? વ્યવસાય પ્રત્યેનો પ્રેમ? અરે, પણ આ બધું અમલમાં મુકતાં મુકતાં સાંજના સમયે દરિયા કિનારે પ્રિય વ્યક્તિ સાથે બેસીને મીઠી મજાની ક્ષણો ગુમાવીએ તેનું શું?

Responses

પ્રેમ શું માત્ર બે જ વ્યક્તિ વચ્ચે સીમિત રહી શકે ખરો ??!!!

દિલને તો પ્રેમનો અખૂટ દરિયો કહ્યો છે ત્યારે
દરિયાકિનારે એક સાંજે મળેલી કોઈ બે વ્યક્તિ વચ્ચે વધુ પ્રેમ છે એમ કહી શકાય પણ અન્ય વ્યક્તિ કે દેશ કે બાળકો માટે પ્રેમ
નથી એમ કેમ કહેવું ??!!!

સાવ સાચી વાત. –તો કદાચ આ વિશ્વમાં હર પળે હર ક્ષણે આપણે અહંકાર રહિત સ્નેહ અને પ્રેમથી તરબોળ બની જઈએ..સ્વાર્થ વગરના વિશ્વમાં માત્ર મૈત્રીથી ભાવ વિભોર બની જઈએ. કેમ ખરૂંને?

પ્રેમ ….! … પ્રેમ નિરાકાર છે… એને કોઇ સિમાડા માં બાંધી શકાય નહી.. હૃદય થી હૃદય સુધી પહોંચ્તા પ્રેમ નું વર્ગીકરણ થાય નહી … પછી સામે બાળક -યુવાન - વૃધ્ધ હોય કે નર કે નારી હોય કે પછી દેશ હોય… લાગણી ને કોઇ એક જ બંધન માં બાંધી નથી શકાતી…

ha, prem to jetlo gadh che, atlo j vistrut che, chetubene kahyu tem, tene ek simada ma bandhi na shakay, kem ke prem ne bandhan banne ekdam opposite che, ha, prem na prakar juda juda hoy che, juda juda sambandho ma prem ni vyakhya ane samvedana, lagni na vahen jarak juda hoy che….

તમારા સુંદર પ્રતિભાવ બદ્દલ ખૂબ ખૂબ આભાર..આ વિષય જેટલો ગહન છે એટલો જ માનવીય ચેતનાને પ્રેરણા આપતો સુંદર સ્ત્રોત છે. કોઈપણ પ્રકારના પ્રેમ વગર જીવન શુષ્ક બની જાય છે. લાગણીની મીઠાશ જુદા જુદા સંબંધોમાં ચોક્કસ માણી શકાય છે. એટલે જ પ્રેમ ‘સંકુચીત’ નથી, એ એક એવી શક્તિ છે જેનાથી દુનિયાભરમાં શાંતિ, વિશ્વાસ, અને આનંદ પરસ્પર વંહેચી શકાય છે ..એ શક્તિ અખૂટ છે..દિવસે ને દિવસે એ વધુને વધુ પ્રજ્વલિત થાય છે, અને લોકોમાં સાથ અને સહકારનીઇ ભાવનાને પ્રોત્સાહન આપે છે.

Leave a response

Your response:

Categories