શ્રી યોગેશ્વરજી કૃત સ્વર્ગારોહણ પર વાંચો પર વાંચો:
“નવજીવન પ્રકાશન પાસે મારી ‘ગાંધી ગૌરવ‘ની હસ્તપ્રત ત્રણેક મહિના સુધી સુરક્ષિત રહી. એ દરમ્યાન એનું નામી કવિજન ને ગાંધીવાદી વિચારકોએ અવલોકન કર્યું. આર્થિક રીતે એનું પ્રકાશન અનુકૂળ રહેશે કે કેમ તે પણ વિચારવામાં આવ્યું. છેવટે સંસ્થા તરફથી એને છાપવાનો નિર્ણય કરવામાં આવ્યો. મને એ નિર્ણયથી આનંદ થાય એ સ્વાભાવિક હતું. ગાંધીજીની ઇચ્છા તથા પ્રેરણાનો વિજય થયો. મહાપુરુષોના સંકેતો સદા સાચા પડે છે. એ સ્થૂળ સ્વરૂપે વસતા હોય કે સુક્ષ્મ સ્વરૂપે શ્વાસ લેતા હોય તો પણ એમના ઉદગારો મિથ્યા નથી થતાં.”
આગળ વાંચો: ગાંધીજીનો અદભૂત અનુભવ અને ગાંધી ગૌરવ
કવિતાઓ (કાવ્યસંગ્રહ ‘ગાંધી ગૌરવ’)માંથી
