Posted by: bansinaad | Monday, January 21, 2008
યૌવન
યૌવન
ઘનશ્યામ ઠક્કર
હાલ
ત્રીસ વરસની ઉમ્મરે
હું મારા યૌવનને
હમણાં જ જન્મેલા મારા બાળકની જેમ
મારી નજીક
છતાં
મારાથી બહાર રાખું છું,
જયારે
હું પિસ્તાળીસ વરસનો થઈશ
ત્યારે મુગ્ધાવસ્થાએ પંહોચેલ પુત્રીની જેમ
યૌવનને મારાથી દૂર, અને બીજાથી નજીક જવા દેવાનો
આનંદ મેળવીશ.
જ્યારે, હું સિત્તેર વરસનો થઈશ
ત્યારે
એક હજાર માઈલ દૂર
સાન ફ્રાન્સિસ્કોમાં ઠરીઠામ થયેલા મારા પુત્ર જેમ
યૌવન સાથે
હું પત્રવ્યવહાર જેવું મળતો રહીશ.
અવારનવાર
અવકાશયાનની ઝડપે રૂબરૂ પહોંચી જઈ ભેટીશ.
હું
ક્યારે ય
વૃદ્ધ નહિ થાઉં.
સંપાદક: ચંદ્રકાંત ટોપીવાળા, આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ), પૃ. ૨૦૨
very nice…..
By: ashish on Monday, January 21, 2008
at 9:39 p
[...] January 26, 2008 by ઘનશ્યામ ઠક્કર યૌવન – ઘનશ્યામ ઠક્કર [...]
By: યૌવન - ઘનશ્યામ ઠક્કર સૌજન્ય: Bansinaad, આપણી કવિતાસમૃદ્ધિ « ગુજરાતી કવિતા અને સંગીત on Saturday, January 26, 2008
at 1:08 p
[...] January 26, 2008 by ઘનશ્યામ ઠક્કર યૌવન – ઘનશ્યામ ઠક્કર [...]
By: યૌવન - ઘનશ્યામ ઠક્કર સૌજન્ય: Bansinaad, આપણી કવિતાસમૃદ્ધિ « ગુજરાતી કવિતા અને સંગીત . . . . સંપાદકઃ ઘનશ્યા on Monday, January 28, 2008
at 11:13 p