Posted by: bansinaad | Sunday, January 6, 2008
વિદ્યાર્થિઓના પ્રશ્નોના જવાબ હવે ‘ચેટ’ દ્વારા
વિદ્યાર્થિઓના પ્રશ્નોના જવાબ હવે ‘ચેટ’ દ્વારા
થોડાં સમયથી અમારી લાયબ્રેરીમાં હવે ઈંટરનેટ પર ચેટ દ્વારા વિદ્યાર્થિઓના પ્રશ્નોના જવાબ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
અહીં જુદા જુદા વિષયો હવે ‘ડિસ્ટન્સ એડ્યુકેશન’ દ્વારા અપાતાં હોઈ આ સગવડ વિદ્યાર્થિઓને ઘણી ગમી ગઈ છે. ઉપરાંત, અહીં રહી ને ભણતાં વિદ્યાર્થિઓ પણ પોતાના વ્યસ્ત સમય દરમિયાન ચેટ દ્વારા માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરે છે. એંજીનિયરીંગ વિષયો ઉપરાંત ફિલાડેલ્ફીઆની ભારતીય કે મેક્સીકન રેસ્ટોરન્ટમાં શું મળે છે કે પછી લાયબ્રેરીમાં ‘લગાન’ સિનેમાની ડીવીડી છે કે નહિ એવાં પ્રશ્નો પણ પૂછાય છે. ‘ચેટ’ દ્વારા વિદ્યાર્થિઓ અમારી સાથે મિટિંગનો સમય પણ નક્કી કરતાં હોય છે. ભારતથી આવતાં પહેલાં ઘણાં વિદ્યાર્થિઓ અમારી સાથે વાત કરી અહીંની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન પણ કરતાં હોય છે. જ્યારે પ્રત્યક્ષ મુલાકાત થાય ત્યારે મળવાનો આનંદતો ખરો જ પણ સાથે સાથે માહિતી આપવાનો અનેરો સંતોષ થાય છે. અમદાવાદની એંજીનિયરીંગ કોલેજના એક વિદ્યાર્થિ સાથે વાત કરતાં કરતાં ત્યાં કેવાં પ્રોજેક્ટસ ચાલે છે તે વિષે પણ ઘણું જાણવાનું મળ્યું.