Posted by: bansinaad | Saturday, December 29, 2007

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રકાશનપ્રવૃત્તિ

 ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રકાશનપ્રવૃત્તિનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. કનૈયાલાલ મુનશીના સમયમાં અધિવેશનો/સંમેલનો વગેરેના અહેવાલોની પુસ્તિકાઓ પ્રગટ થતી. ‘હેમસારસ્વતસત્ર’ એ પાટણમાં યોજાયેલ સંમેલનના અહેવાલ રૂપે પ્રગટ થયેલું પુસ્તક છે. ઈ.સ.૧૯૮૨ માં ‘ગોવર્ધનભવન’ની રચના થયા બાદ પ્રકાશનપ્રવૃત્તિમાં થોડો વેગ આવ્યો. ‘પરબ’ સામયિક અનિયતકાલિકમાંથી ઈ.સ.૧૯૭૭ જાન્યુઆરીથી માસિક રૂપે પ્રસિધ્ધ થવા માંદ્યું. ‘પરબ’ના વિશેષાંકોમાંથી પુસ્તકપ્રકાશનો પણ થયાં છે. ‘શારદાગ્રામ જ્ઞાનસત્ર’ પછી ગુજરાતી સાહિત્યના આઠમા, નવમા, દસમા દાયકા વિશેનાં પુસ્તકોનું પ્રકાશન થયું.

 વધુ વાંચો:  પ્રકાશનો

ચાર દાયકાથીય વધારે સમયથી પ્રકાશિત થતું ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર ‘પરબ’ ગુજરાતીનાં ઉત્તમ સાહિત્યિક સામયિકોમાં અગ્રસ્થાને રહ્યું છે. કવિતા, વાર્તા, નિબંધ આદિ સર્જનાત્મક કૃતિઓ ઉપરાંત તેમાં પ્રસિધ્ધ થતાં વિવેચનસાહિત્યના અભ્યાસલેખો અને ગ્રંથાવલોકનો આદિ સામગ્રીથી સાંપ્રત ગુજરાતી સાહિત્યની ગતિવિધિનો જીવંત આલેખ મળે છે. આમ સાહિત્યના વર્તમાન તેમ જ ભાવિ જિજ્ઞાસુઓ માટે ‘પરબ’ મહત્ત્વના સ્ત્રોત સમાન છે.

વાંચો: પરબ ઓનલાઈન


Leave a response

Your response:

Categories