Posted by: bansinaad | Tuesday, December 25, 2007

જયંતિભાઈ પટેલ રચિત ‘સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય’ ની વેબ સાઈટ

 જયંતિભાઈ પટેલ રચિત ‘સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય’ ની વેબ સાઈટ પર તેમની નવલકથા તથા અન્ય પુસ્તકો, નવલિકાઓ, ચીમનભાઈ પટેલનાં નવાં કાવ્યો, જયંતીભાઈ પટેલનાં કાવ્યો, અન્ય કવિઓનાં કાવ્યો, વિવિધ લેખો (ફૂલવાડી), રસોઈ, ગુજરાતી રમૂજો, વ્યંગચિત્રો ૧-૫, આર્ટીકલ બૅંક અને મલકાટ જેવાં વિવિધ વિભાગો માણી શકશો.
 

જુઓ: સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય

 શ્રી જયંતીભાઈ પટેલ આણંદ તાલુકાના બાકરોલ ગામના વતની છે. એમને નાનપણથી જ સાહિત્ય પ્રત્યે લગાવ. શ્રી જયંતીભાઈ છેલ્લાં પંદર વર્ષથી અમેરિકામાં સ્થાઈ થયેલા છે અને હાલ નિવૃત્તિ ભોગવી રહ્યા છે.  એમની સાત નવલકથાઓ પ્રસિદ્ધ થયેલી છે. એમાંની ‘વસમા ઓરતા’ની ત્રણ અને ‘મેલા મનનું માણસ’ની બે આવૃત્તિ થઈ છે છતાં હાલ અપ્રાપ્ય છે.

 


Leave a response

Your response:

Categories