Posted by: bansinaad | Monday, December 24, 2007
ગુજરાતી ભાષા આઈસીયુમાં છે? – વાંચો અનુસંધાન બ્લોગ પર
આજે જ મારી નજર હિમાંશુભાઈ કીકાણીના બ્લોગ ‘અનુસુંધાન’ પર પડી. કૃષ્ણા શાહ તથા નીલા સંઘવી લિખિત ‘ગુજરાતી ભાષા આઈસીયુમાં છે?’ નામવાળો એક લેખ ‘અનુસુંધાન’ બ્લોગમાં વાંચ્યો ત્યારે મુંબઈમાં ચાલતી ગુજરાતી સાહિત્યને લગતી પ્રવૃતિ વિષે ઘણું જાણવા મળ્યું.
થોડો ભાગ અહીં રજું કરૂં છું.
“આપણી ગુજરાતી ભાષા અને તેના ભાવિ વિશે વારંવાર ચિંતાના સૂર વ્યક્ત થતા રહે છે, પણ ગુજરાતીને માત્ર જીવાડવા જ નહીં, એની મીઠાશમાં મધુરો વધારો થાય એવા કેટલાય પ્રયત્નો મુંબઇમાં ચાલી રહ્યા છે.”
“એક તરફ સાહિત્યની ગંભીર ચર્ચા હોય છે ત્યારે ખારના ગુજરાત રિસર્ચ સોસાયટીમાં દર મહિનાના બીજા શનિવારે `લેખિની’ નામની સંસ્થાના નેજા હેઠળ ગુજરાતી લેખિકાઓ અને સાહિત્યરસિક બહેનો મળે છે. અગાઉથી આપવામાં આવેલા વિષય પર સૌ પોતાનું લખાણ તૈયાર કરીને લાવે છે અને પછી તેનું વાચન કરે છે. છેલ્લાં અઠ્ઠાવીસ વર્ષથી ચાલતી આ સંસ્થાની સ્થાપનામાં ધીરુબહેન પટેલ, ડૉ. ઉષા મહેતા, ભારતીબહેન વૈદ્ય, પન્ના અધ્વર્યુ, જ્યોત્સ્ના મહેતા, મીનળ દીક્ષિત વગેરેનો ફાળો છે. હાલનાં `લેખિની’નાં પ્રમુખ મીનળબહેન કહે છે, “`લેખિની’ના અંતર્ગત વાર્તા, એકાંકી નાટિકા વગેરેની કાર્યશાળા પણ થઈ છે. સાત વર્ષથી અમારું ત્રિમાસિક પ્રકાશિત થાય છે. `લેખિની’ એક જ એવું સામયિક છે જે ફક્ત બહેનોના જ લેખો છાપે છે.” સંસ્થાના હેતુ વિષે જણાવતાં મીનળબહેન કહે છે, “બહેનો લખતી થાય, જો બહેનોને રસ પડશે તો પોતાનાં બાળકોને ચોક્કસ શીખવશે જ.”
ભાઈ કીકાણીનો લેખ સૌને પ્રેરણા આપે એવો છે. આમ જ દરેક શહેર, તાલુકાઓમાં અને વીદેશે રહેનારાંઓ પોતપોતાની રીતે નજીક નજીકમાં મળતાં રહે તો ગુજરાતી ભાષા એનું ગૌરવ જાળવી શકે.
By: Jugalkishor on Monday, December 24, 2007
at 11:05 p