Posted by: bansinaad | Friday, November 23, 2007

પિતા કબા ગાંધી અંગ્રેજોની સાથે, પુત્ર મોહનદાસ બ્રિટિશરો સામે

પિતા કબા ગાંધી અંગ્રેજોની સાથે, પુત્ર મોહનદાસ બ્રિટિશરો સામે
વર્ષ, ૧૮૫૭ના વિપ્લવ કે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની દોઢસોમી જયંતીની ઉજવણી વિષયક સંશોધનો કેટલીક કડવી વાસ્તવિકતાનો પણ પરિચય કરાવે છે : એ વેળા પોરબંદરના દીવાન રહેલા કબા ગાંધી અને આજે આપણા રાષ્ટ્રપિતા લેખાતા તેમના પુત્ર મોહનદાસ કરમચંદ ગાંધીના વ્યવહારમાંય વિરોધાભાસ તગે છે. ૧૮૫૭માં પોરબંદરના રાણા વિકમાતજીના દીવાન તરીકે કબા ગાંધી રાજ્યના ૨૦૦ સૈનિકોને લઈને દેશમાં અંગ્રેજ કંપની સરકારને ટકાવવા માટે વિપ્લવવાદીઓને કચડી નાંખવા મેદાને પડયા હતા. એ જ કબા ગાંધીના પુત્ર મોહનદાસે દેશને અંગ્રેજોના જુલ્મી શાસનની ગુલામીમાંથી મુક્તિ અપાવવાનો સંગ્રામ સત્ય અને અહિંસાની મદદથી ખેલ્યો અને તેમાં સફળતા મેળવી.”

સંદેશમાં આગળ વાંચો: પિતા કબા ગાંધી અંગ્રેજોની સાથે, પુત્ર મોહનદાસ બ્રિટિશરો સામે


Leave a response

Your response:

Categories