Posted by: જય ભટ્ટ | Tuesday, October 30, 2007
લાયબ્રેરીમાં એક અનોખો અનુભવ
આજે મને લાયબ્રેરીમાં એક અનોખો અનુભવ થયો. લગભગ ૮૦ વર્ષની ઉમ્મર ધરાવતી એક વ્યક્તિ મને મળવા મારા ડેસ્ક પર આવી. એમને ‘બેટલ ઓફ ધ બલ્જ’ વિષેના નકશાઓનો અભ્યાસ કરવો હતો. ‘માલમેડી મેસેકર’ની માહીતિ એમણે મને આપી ત્યારે તે વખતના અત્યાચારની જાણકારી મને એમની પાસેથી જાણે પ્રત્યક્ષ મળી. એમાં લગભગ ૮૦ જેટલા સૈનિકોને અત્યંત ક્રૂરતાપૂર્વક ગોળીએ દેવાયા હતા. એમના જ એક મિત્રને પણ ગોળી વાગી હતી પણ સારે નસીબે તેઓ બચી ગયા હતા. તેઓ પણ અહીં ફીલાડેલ્ફીઆ નજીક જ રહે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા આ ઐતિહાસિક યુદ્ધમાં એમના સગા ત્રણ ભાઈઓને પણ ભાગ લેવાનો લાભ મળ્યો હતો. વાત દરમિયાન જાણવા મળ્યું કે એમના પિતાશ્રીએ પહેલા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો જ્યારે એમના ત્રણે પુત્રોએ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. એમના ચહેરા પર દેશભક્તિ ખરેખર દેખાઈ આવતી હતી. એમનાં બધાંના ફોટા પણ જોવા મળ્યા. ૮૦ વર્ષની વયે પણ એમનો ઉત્સાહ અત્યારના યુવાનોને શરમાવે એવો હતો. અમારી લાયબ્રેરીમાં અમે દરેક પાનું પ્રીન્ટ કરવાના ૧૫ સેન્ટ્સ લઈએ છીએ જ્યારે રંગીન પાનાના ૫૦ સેન્ટ્સ. એમની સાથે વાત કરવામાં હું ૯૫ સેન્ટ્સ લેવાનું ભૂલી ગયેલો. દસેક મિનિટ પછી એ ભાઈ પાછા આવ્યા, ૯૫ સેન્ટ્સ મને આપવા.
આજકાલ આવા ઈમાનદાર લોકો બહુ ઓછા જોવા મળે છે… આપના અનુભવ લોકો સમક્ષ મુકવા માટે આભાર
By: jagruti valani on Tuesday, October 30, 2007
at 11:54 p
sachchej, bahu ochhi vaar aavi pratibhaao jeevan ma bhatakaati hoi chhe… cherish your experience jaybhaai!
By: ઊર્મિસાગર on Wednesday, October 31, 2007
at 12:59 p