ભરત ભટ્ટ નું એક મુક્તક
નથી ડર વિષેની કરી ક્લ્પના મેં
હતી ઘર વિષેની કરી ક્લ્પના મેં
રહી આપણે કાચમાં હું અને તું
પરસ્પર વિષેની કરી કલ્પના મેં
દિલીપ રાવલ નું એક મુક્તક
તું નથી હોતી અને ઘેરી વળે છે વ્યગ્રતા.
એક તણખો યાદનો ને ખળભળે છે વ્યગ્રતા.
શું કહું કેવી દશા તારા વિના એકાંતમાં?
જ્યાં પડું હું એકલો, ટોળે વળે છે વ્યગ્રતા.
હસનઅલી નામાવટી
એ રૂપ અસલ મારૂં, તું મુજ ને બતાવી દે
કાં, મારા આ નયનોથી પરદાને હઠાવી દે
છે જ્યોત અમર તારી, પરવાનો અમર હું છું
હું રોજ ઊડી આવું, તું રોજ જલાવી દે
જલન માતરી
તું એ સમજીને બધી એની વ્યવસ્થા કરજે
મારા જીવનની વ્યથાઓ નથી કહેવા જેવી
હું તો મૂંઝાઈ ગમે તેવી દુઆ માંગી લઉં
એનો એ અર્થ નથી તારે કબૂલી લેવી
અમર પાલનપૂરી
હક છે પરંતુ કયાંય પણ દાવો નહીં કરૂં
તું આવ કે ન આવ્, બળાપો નહીં કરૂં
તારી છબી છે મારી મઢૂલીની રોશની
કાફી છે તારી યાદ, હું દીવો નહીં કરું
હું’ અને ‘તું’ વિષય પર ના અન્ય સર્જનો વાંચો
સહિયારું સર્જન પર
Posted in કાવ્યકુંજ
