Posted by: bansinaad | Thursday, October 18, 2007
દુર્લભ પુસ્તકોનો ડિજિટલ અવતાર
અઢારમી સદીના અંત સુધી આપણાં ભાષા સાહિત્યમાં હસ્તપ્રત યુગ ચાલતો હતો. નરસિંહ મહેતાથી દયારામ સુધીના કવિઓની અને બીજી અસંખ્ય કૃતિઓ હસ્તપ્રતો રૂપે સચવાઈ રહી. ૧૮૬૫માં સ્થપાયેલી મુંબઈની ગુજરાતી ફાર્બસ સભાએ હવે ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યો છે. સંસ્થાના સમૃદ્ધ પુસ્તકાલયમાં અનેક દુર્લભ પુસ્તકો સંઘરાયેલાં છે. તેમાંનાં ઘણાં જર્જરજીર્ણ અવસ્થામાં છે. આવાં પુસ્તકોને બચાવીને ડિજિટલ રૂપે સીડી પર મૂકવાનાં કામનો આરંભ સંસ્થાએ કરી દીધો છે.
(આભાર, વિશાલભાઈ યુનિકોડની સુવિધા કરી આપવા બદલ)