Posted by: bansinaad | Tuesday, October 16, 2007
ગાંધી બાપુના જુના મકાનના પૌરાણિક તૈલચિત્રોને નવો ઓપ અપાઇ રહ્યો છે
“૧૮૬૯ની સાલમાં પોરબંદરના માણેકચોકના ખુણા ઊપરના એક મકાનમાં એક અંધારા ભાગમાં એક બાળકનો જન્મ થયો ત્યારે કોણ જાણતું હતું કે આ બાળક ભારતના રાષ્ટ્રપિતા થશે, ઊઘ્ધારક બનશે.
આ સ્થળ જગતમાં પ્રવાસીઓનું અને ભારતના યાત્રીઓનું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. રોજ સેંકડો માણસો અહીં દર્શનાર્થે આવે છે અને દર્શન પછી જાણે જીવનનું મહાકાર્ય પુરું થયું હોય એવો સંતોષ અનુભવે છે.
બાપુના જન્મસ્થાનને રાષ્ટ્રીય સ્મારક ગણી જાળવી રખાયું છે. કશાય સુધારા વધારા વિનાનું આ મકાન સૌને માટે ખુલ્લું છે.
કેન્દ્રના પુરાતત્ત્વ ખાતા દ્વારા મહાત્માજીના જન્મસ્થળને રાષ્ટ્રીય સ્મારક ગણવામાં આવતું હોવાથી ખાસ કાળજી રાખીને મહાત્માજીના જુના મકાનના ત્રણે માળમાં જુદા જુદા ઓરડાઓમાં પૌરાણીક ચિત્રો જે ઝાંખા થયા હતા અને નાશ થવાની અણી ઊપર હતા તેને ફરીને જીવંત કરવા માટે છેલ્લા એકાદ વર્ષથી ખૂબજ ધીરજપૂર્વક ખાસ કેમીકલ્સ દ્વારા આ ચિત્રોને ફરીને સ્પષ્ટ જોઇ શકાય એ પ્રકારે નવો ઓપ આપવામાં આવી રહ્યોે છે. હજુ ત્રીસ ટકા જેટલું કામ બાકી હોવાનું જાણવા મળે છે.”
અંતે આપણા દેશવાસીઓ (નેતાઓ) જાગ્યા અને પૂગાંધીબાપુના
જન્મ સ્થળનું સમારકામ થઈ રહ્યું છે. આખા દેશમા આવી અગણિત
જગ્યાઓ છે. જે સમારકામ માંગી રહ્યું છે.
By: pravinash1 on Wednesday, October 17, 2007
at 2:04 p