Posted by: bansinaad | Saturday, October 13, 2007
હું સત્યને રામના નામથી ઓળખું છું : ગાંધીજી
“ઈશ્વરનું સર્વોતમ લક્ષણ અને નામ સત્ય છે એવું ઘણા પહેલાંથી મને બુદ્ધિ તેમ જ હૃદયથી સમજાયું હતું છતાં હું સત્યને રામના નામથી ઓળખું છું. મારી કસોટીના કપરામાં કપરા કાળમાં એ એક નામે મને ઉગાર્યો છે. અને તે હજીયે મને ઉગારે છે. એનું કારણ મારા બચપણના સંસ્કાર હોય. તુલસીદાસે મારા મન પર જમાવેલું આકર્ષણ હોય. પણ એ સમર્થ હકીકત છે એટલું સાચું. અને આ શબ્દો લખું છું ત્યારે પૂર્વજૉ તરફથી મળેલા અમારા ઘરની પડોશમાં આવેલા રામજી મંદિરમાં હું રોજ જતો, તેનાં ¼શ્યોનાં બચપણનાં સ્મરણો જાગે છે. ત્યારે મારો રામ ત્યાં વસતો હતો. તેણે મને ઘણા ભયમાંથી ને પાપમાંથી ઉગાર્યોહતો. મારે સારુ આ કોઈ વહેમ નહોતો. “
વાંચો દિવ્ય ભાસ્કરમાં: