Posted by: bansinaad | Monday, October 8, 2007

અગિયાર દરિયા – મનહર મોદી

અગિયાર દરિયા

આપણે બે એ રીતે ભેગા થયા અગિયાર દરિયા
એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા

એકથી તે દસ સુધી ગણવું અઘરું પડે છે
સાવ સહેલી વાતમાં બેઠા થયા અગિયાર દરિયા

આંખમાંથી એ વહે છે કેમ છો એવું કહે છે
સાંભળે જો એક જણ તો દોડતા અગિયાર દરિયા

ફૂલ પહેરી રોજ રાત્રે એક સપનું એમ ડોલે
ઊંઘમાં આકાશ ઓઢી જાગતા અગિયાર દરિયા

બંધ દરવાજા બધે છે બારીઓ કેવળ વસે છે
હું અને તું હોઈએ ના? પૂછતા અગિયાર દરિયા

મનહર મોદી, અગિયાર દરિયા, આપણી કવિતા સમૃદ્ધિ, પૃ. ૨૫૯


Leave a response

Your response:

Categories