Posted by: bansinaad | Friday, September 14, 2007

વરસી જા – હરીશ પંડ્યા

વરસી જા – હરીશ પંડ્યા

આકાશેથી આગ વરસતી, વરસી જા,
પળ બે પળ સંગાથ તરસતી, વરસી જા.

રણ શા સૂકકા આ હૈયામાં આગ બળે,
મૃગજળ પર છે નાવ સરકતી, વરસી જા.

દેવાલયમાં ઝાલર રણકે, સાંજ ઢળી,
લે આ ડાબી આંખ ફરકતી, વરસી જા.

સૂનું આંગણ, સૂનાં તોરણ-મોર હવે,
દીવા કેરી જ્યોત થરકતી, વરસી જા.

સૂની આંખોમાં શમણાં થઈ આવ હવે,
ભર નીંદરમાં એમ ઝબકતી, વરસી જા.

સાભાર: હરીશ પંડ્યા, ગઝલશતક, પૃ. ૯૪


Leave a response

Your response:

Categories