Posted by: bansinaad | Saturday, September 8, 2007
ફોર એસ વી – ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બુલેટીન બોર્ડ
ફોર એસ વી એ ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બુલેટીન બોર્ડ છે. એમાં વિવિધ વિભાગો જેવા કે potpourri,પ્રભાતનાં પુષ્પો, સંમેલન, વાત-ચીત અને યાદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. potpourriમાં વિજ્ઞાન ને લગતી નવી નવી માહીતિ આપવામાં આવે છે જ્યારે પ્રભાતનાં પુષ્પોમાં ગુજરાતી વિવિધ વિભાગો જેવા કે ગઝલ, કવિતા અને લોક-સાહિત્યને આવરી લેવામાં આવ્યા છે. સંમેલનમાં વિવિધ ગુજરાતી બ્લોગ્સમાં પ્રકાશિત રચનાઓની ઝલક અને તેમની વેબ લીંકો પૂરી પાડવામાં આવે છે. વાતચીત વિભાગમાં ‘સ્વાગત અને ઓળખાણો’, ગુજરાત અને ગુજરાતી ભાષાને લગતા સમાચારો, મનતવ્ય અને સાહિત્ય વિભાગો પરિચર્ચામાં ભાગ લેવાની પ્રેરણા આપનારા છે. ગુજરાતના સારસ્વતોના સાહિત્ય સર્જન અંગેની રસપ્રદ માહિતી તમે ‘યાદી’ વિભાગમાંથી મેળવી શકશો.
Posted in કાવ્યકુંજ, વિકસતું ગુજરાત, સંસ્કૃતિ, સાહિત્યસરિતા
