Posted by: જય ભટ્ટ | Tuesday, September 4, 2007
દ્વારકામાં કૃષ્ણજન્મોત્સવ : મહત્વ અને ઉજવણી
જગદ મંદિર-દ્વારકામાં કૃષ્ણજન્મોત્સવ : મહત્વ અને ઉજવણી
“દ્વારકા શબ્દ ‘‘દ્વાર‘‘ એટલે કે દરવાજામાંથી ઉદભવ પામેલ છે. પ્રાચિન કાળમાં આ એક ધમધમતું બંદર અને સમગ્ર ભારત વર્ષ માટે પ્રવેશદ્વાર સમુ હતું. ‘‘ કા ‘‘ એટલે કે ‘‘બ્રહ્મા‘‘, એટલે કે બ્રહ્માને પામવાનો માર્ગ, આમ દ્વારકાને મોક્ષદ્વાર તરીકે ઓળખાવી શકાય. ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાની ભૂમિ ત્યજ્યા બાદ દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવી, ત્યારથી દ્વારકાનો હિન્દુઓની ચારધામ યાત્રા પૈકી એક ધામ, અને સપ્તપૂરી પૈકી એક પૂરીમાં સમાવેશ થયો છે. દરેક ભાવિકોને, કૃષ્ણભક્તોને, શ્રદ્ધાળુઓને જન્માષ્ટી ઉત્સવનો (કૃષ્ણ જન્મોત્સવનો) અનેરો મહિમા છે. ખાસ કરીને મથુરા, ડાકોર અને દ્વારકામાં જન્માષ્ટમી વિશિષ્ટ રીતે ઉજવાય છે. દ્વારકાએ મોક્ષપૂરી તરીકે ઓળખાતી હોય, અહીંનાં જન્મોત્સવનું મહત્વ અનેરુ છે. સમગ્ર વિશ્વમાં કૃષ્ણ ભક્તોનો મહેરામણ આ દિવસે દ્વારકામાં ઠલવાય છે. સમગ્ર દ્ગારકા જાણે આ દિવસે ગોકુળીયુ બની જાય છે.”