Posted by: bansinaad | Monday, September 3, 2007

સ્વબોધ

આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક:નહીં તો નદી જેમ નિરાંતે વ્હેવું!

ફૂલની જેમ ખૂલવુ
અને ડાળની ઉપર ઝૂલવું,
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું.

મૂંગા થઇને સ્હેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું!
ખડક થવું હોય તો ખડક:નહીં તો નદી જેમ નિરાંતે વ્હેવું!

પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું,
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું.

લેવું દેવું કાંઇ કશું નહીં:કેવળ હોવું:એ જ તો રહેવું:
ખડક થવું હોય તો ખડક:નહીં તો નદી જેમ નિરાંતે વ્હેવું!

- સુરેશ દલાલ

સાભાર:મીનાબેન છેડાના ઉત્કર્ષ બ્લોગમાંથી

Responses

એક્દમ ખરી વાત ..!

ખૂબ જ સુંદર ગીત!

Leave a response

Your response:

Categories