Posted by: bansinaad | Saturday, August 18, 2007
કમૂળ સુરતની : પંચગની-પૂણેમાં ભણેલી ‘કસમ સે’ની ‘બાની’ પ્રાચી દેસાઈ
કસમ સે’ ટીવી સિરિયલમાં બાનીની એક ભૂમિકા છે. એકતા કપૂરની બાલાજીના બેનર તળે બનાવાય છે એટલે નવા, રૂપાળા, ખમીરવંતા કલાકાર તો જોવા મળે જ. બાનીની ભૂમિકા કરે છે એ કલાકારોનું નામ પ્રાચી દેસાઈ છે. તમે ગર્વ લેશો, લઈ શકશો કે પ્રાચી એ સુરતની છે. પૂરી ગુજરાતણ છે એને ટીવી દર્શકો પ્રાચીના નામથી નહીં પરંતુ બાનીના નામથી વધુ સારી રીતે ઓળખે છે. પ્રાચીએ જ્યારે અભિનયમાં પગ મૂક્યો ત્યારે એ માત્ર અઢાર વર્ષની હતી. આટલી નાની ઉંમરે તે એકતાની નજરે ચડી અને જોતજોતામાં ટીવી દર્શકોમાં જાણીતી અને સાથે માનીતી પણ બની ગઈ.