Posted by: bansinaad | Thursday, August 16, 2007

નટવર ગાંધી: સાબરમતી આશ્રમે

સાબરમતી આશ્રમે

અહીં નથી જ રાજમંદિર, ન મ્હેલ, મ્હેલાત ના,
ન દુર્ગ, નથી હર્મ્ય કો, નથી વિશિષ્ટ સ્થાપત્ય વા,
ન હસ્તિગૃહ, શસ્ત્રસંગ્રહ ન, અશ્વશાળા નથી,
કુટીર દસબાર માત્ર બસ જોઉં આ આશ્રમે.

અહીં જ કસી કાછડી કમર, હાથ લૈ લાકડી,
કપાળ કરી ચાંદલો, હરિનું નામ હોઠે ધરી,
અમોઘ સત શસ્ત્ર સજ્જ, જૂજ સાથી સંગે તમે
અહીં જ જગરાજ્યની સહુ સમર્થ અક્ષૌહિણી
બુંલદ પડકારી’તી: ‘કરવું હોય તે લ્યો કરી.
નથી જ નથી આવવું વિણ સ્વરાજ પાછું હવે,
ભલે મરણ આવતું, મરીશ કાગડા, કૂતરા
સમાન, પણ ના જ ના પગ મૂકીશ હું આશ્રમે.’

અહીં જ અહીંથી શરૂ થયું મહાન પ્રસ્થાન જે,
વિશાળ પ્રસર્યું પછી ઉરઉરે, દૂરે, ચોદિશે.

સાભાર: નટવર ગાંધી, ‘ઈન્ડિયા, ઈન્ડિયા સોનેટ સંગ્રહ’ ઈમેજ પબ્લીકેશન્સ, પૃ. ૧૯

Responses

બહુ જ સરસ રચના. એકદમ નવો નક્કર વીચાર.
બહુ ગમ્યું.

Leave a response

Your response:

Categories