Posted by: bansinaad | Saturday, July 21, 2007

જે વેણ મેં અજાણે તમોને કહ્યાં હતાં

આંસુ બનીને આંખથી ટપકી રહ્યાં હતાં
જે વેણ મેં અજાણે તમોને કહ્યાં હતાં

મારા પ્રણયને હું જ ઉગારી લઈશ, પણ
હસતાં રહેજો જેમ પ્રથમ મેં લહ્યાં હતાં

આ ઓટની અસર તો સહન ના થઈ શકે
જ્યાં જોમ ભર્યાં પૂર નિરંતર વહ્યાં હતાં

ચાલ્યાં ઘણું ગ્રહીને હાથ આમ સાથમાં
ને તો ય તીર્થ આપણાં આઘાં રહ્યાં હતાં

ન્હોતી ખબર કે શિલ્પ સમા થઈ જશો તમે
મેં તો સજીવ સ્વપ્ન ગણીને ચાહ્યાં હતાં.

                                 —-હેમંત દેસાઈ

Responses

આ ઓટની અસર તો સહન ના થઈ શકે
જ્યાં જોમ ભર્યાં પૂર નિરંતર વહ્યાં હતાં

ચાલ્યાં ઘણું ગ્રહીને હાથ આમ સાથમાં
ને તો ય તીર્થ આપણાં આઘાં રહ્યાં હતાં

beatuful lines….

ekdam saras… heart touchable..!

khubj sunder che

Leave a response

Your response:

Categories