Posted by: જય ભટ્ટ | Monday, July 2, 2007

ત્રણ લઘુકાવ્યો -પન્ના નાયક

(1) આપણે 

આપણે
આટલા… નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કર્યા છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
ને
તું
પસાર થતી ટ્રેનનો મુસાફર.

(સૌજન્ય: ઉત્કર્ષ બ્લોગ)

(2) એક ગીત

મધરાતે
  એકાએક
     રમતું
       તરતું
             એક ગીત આવીને
              મારે ટેરવે બેઠું.
         મને ધીરેથી
       ઢંઢોળી
     રજાઈ
  ઓઢી
પોઢી ગયું.

(સાભાર: ગુર્જરી ડાયજેસ્ટ,જાન્યુઆરી, ૨૦૦૭, પૃ. ૨૩)

(3) અફસોસ 

હું
મૃત્યુ પામી હોઈશ
અને
મને મળવા
એક પતંગિયું
આવવા મથતું હશે
ત્યારે
હંમેશની જેમ
ઊભી થઈને બારી નહીં ખોલી શકું.

(સાભાર: કાવ્યસંગ્રહ ‘અરસપરસ’)


Responses

  1. v.nice


Leave a response

Your response:

Categories