Posted by: bansinaad | Sunday, June 3, 2007

પ્રીતમ લખલાણીની ચાર સુંદર રચનાઓ

 દીવો

એક દીવો
રાત આખી
અંધકાર બાળ્યા કરે !

પવનનો છંદ

પાનથી
ઝાકળ સર્યું
ને
પવને
જળે
છંદ રચ્યો

ટહુકો

મોરનું પીંછું
કાવ્યસંગ્રહમાં
હર ક્ષણે
ટહુકો શોદ્યા કરે.

કાનમાં..

અરે !
આ ભોળાં ફૂલો
કાંટાને
કાનમાં
સુખદુ:ખની વાતો કહે

સાભાર: પ્રીતમ લખલાણી, દમક, પૃ: ૫૬-૫૯


Responses

  1. very nice laghukaavyo!!

  2. sundar laghu kaavyo!


Leave a response

Your response:

Categories