Posted by: જય ભટ્ટ | Sunday, May 27, 2007
મહાકવિ ન્હાનાલાલ રચિત ‘જયા અને જયન્તમાં થી વીણેલાં મધુર રસબિંદુઓ
“વધતા જતા વિલાસનાઆ યુગમાં વિલાસના વૈરાગ્યના વૈરાગ્યની વાર્તાનાં મહિમાગીત કેટલાક યુગવાસીઓને કદાચ કર્કશ પણ લાગશે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનો માર્ગ વિકટ છે, પ્રલોભનો નિરવધિ છે. ડગલે ડગલે ભય છે; પણ એ ભય વચ્ચેની નિર્ભયતામાં જ પરમ ઈન્દ્રિયનિગ્રહી કો વીર જનનું વીરત્વ છે. એટલું તો સ્પષ્ટ જ છે, કે એ માર્ગ સર્વ માટે નથી; સંયમી માટે છે, યતાત્મન માટે છે. ઉપરાન્ત એક બીજી વાતના પણ આ નાટકમાં અંકુર છે. સ્નેહ એટલે દેહવાસના નહીં, પણ તેનાથી પર કોઈક નિર્મળી આત્મભાવના: સ્નેહયોગ દેહભોગમાં પરિણમવો જ જોઈએ એવી કંઈ કુદરતી આવશ્યકતા નથી” –ન્હાનાલાલ.
મૃત્યુ દેહને મારે છે,
ખરૂં, જયા ! ખરૂં છે.
Posted in કાવ્યકુંજ, સાહિત્યસરિતા
[...] # જયા અને જયંતમાંથી… [...]
By: ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi « ગુજરાતી સારસ્વત પરિચય on Wednesday, May 23, 2007
at 2:55 p
It is an excellant story of Platonic love. A bit impractical, but such were the values in society in those times.
Inspired by poets like this and a large no. of social workers like Thakkar Bapa and Ravishankar Maharaj, and of course the great leader and a true human Mahatma Gandhi, might of the millions was aroused, shaking the foundation stones of Tyraanic British rule.
Such is the impact of such people and their immortal creations.
When will such an era come again in the life of India?
It is we, who have to restore that psyche again.
ઓ અનન્ત કાલની જોગણ !
તારાં પુણ્યનાં વાવેતર :
પૃથ્વી ભરી ભરી વાવ
ઈક્ષુના અમૃતભંડાર,
ને ધરાવ પુણ્યનો એ પરમ ફાલ
પુણ્યરસના પિપાસુઓને.
જો ! જગત પુણ્યતરસ્યું છે.
અલ્પ છે આયુષ્યની અવધ,
પણ સત્કર્મનાં આયુષ્ય તો
આત્મા જેટલાં અમ્મર છે.
Excellant..
By: સુરેશ જાની on Monday, May 28, 2007
at 6:58 p