Posted by: જય ભટ્ટ | Sunday, May 13, 2007
માતૃ દેવો ભવ:
માનસરોવર ના હંસમાં હરીન્દ્ર દવે લખે છે:
કહે છે: પ્રભુ જગતના તમામ લોકો સુધી પહોંચી શકતા નહોતા એટલે એમણે માતાનું સર્જન કર્યું. આ આખી સૃષ્ટિના સર્જનમાં માતા છે, એટલે જ આ જગતના સાહિત્યસર્જકો, કળાકારો વગેરેનાં સર્જનમાં પણ માતાનો મહિમા ઘણી વાર પ્રગટતો રહે છે. યુધિષ્ઠિર અને યક્ષના સંવાદમાં યક્ષે પૂછ્યું: ‘આ પૃથ્વીથી વધારે શું છે?’ યુધિષ્ઠિરે સહેજ પણ અચકાયા વિના કહ્યું: ‘માતા.’
‘અમ્રુત પણ મીઠું છે. વરસાદ તો આ જગતને ટકી રહેવા માટેનું અમૃત છે, પણ એ બન્ને કરતાં યે વધારે મીઠાશ માતામાં રહી છે. માના પ્રેમનું એક બિંદુ અમૃતનાં સિંધુથી પણ વધારે મીઠું છે.
પ્રા: ગૌરીપ્રસાદ ઝાલાએ મા વિષે બે સરસ પંક્તિઓ લખી છે:
હિમાચલનું ગાંભીર્ય પદ્મની સુકુમારતા,
વસી માતા તણા હૈયે સાગરોની અગાધતા
માનસરોવર ના હંસ, પૃ. ૧૨૫-૧૨૬
ma jevu duniya ma biju koi nahi..!
By: chetu on Monday, May 28, 2007
at 4:50 p
kahevat che ke “MAA TE MAA”
baki badha vagadana vaa.”
Matanu mulya kakan kai maapi shakwanu nathi
Ch@ndr@
By: Ch@ndr@ on Wednesday, August 26, 2009
at 10:28 p