જીવન-ક્ષિતિજ
સમી સાંજે સાગર કિનારે બેસું છું.
અસંખ્ય દરિયાઈ મોજાંઓને ખડકો સાથે અથડાતાં જોઉં છું.
દૂર દૂર અસીમિત ક્ષિતિજમાં સોનેરી ગોળાને આથમતો જોઉં છું,
ત્યારે એ ગોળો મને મારાં જીવનની યાદ અપાવી જાય છે.
અવકાશરૂપી જીવનસરિતામાં હું ગોળાની જેમ ગબડતો જાઉં છું,
ગોળો તો જાણે છે કે પશ્ચિમમાં એ ગબડે છે,
હું નથી જાણતો કે કઈ બાજુ, માત્ર એટલું જ જાણું કે જીવનવિહારમાં
મારે પ્રેમ કે દ્વેશ, સુખ કે દુ:ખ, અમીરી કે ગરીબી, પ્રકાશ કે અંધારૂ,
અને ગરમી કે ઠંડી જેવાં બધાં જ અનુભવો એક તળાવની કમળપાંખડીની જેમ
ભીંજાયા વિના માણવાના છે, હસતાં મોઢે.

થોડું નકારાત્મક દર્શન લાગ્યું.
By: સુરેશ on Friday, May 11, 2007
at 6:51 p
** મારાં નહીં પણ મારા;
** ગબડવું અને સરકવું બંનેનો અર્થ, તમારા કહેવા સાથે કોઈ બહુ ફરક કરતો નથી પણ સુરજનું ડુબવું ‘ગબડવા’ કરતાં ‘સરકવા’ સાથે વધુ બંધબેસતું આવશે;
** કલ્પનાવ્યાપારમાં પણ વૈજ્ઞાનીક વાતોની તથ્યાતથ્યતા જાળવવી જોઈએ: “ગોળો જાણે છે” એવું સજીવારોપણ અલંકાર દ્વારા તમે કહી શકો પણ અવકાશમાં કોઈ દીશા જેવું હોતું નથી એની પણ એને ખબર હોઈ શકે !! એટલે આવે સમયે ગોળાને બદલે અન્ય દ્વારા આવી ઉક્તી બોલાવી શકાય. દા.ત. ‘ગોળો તો શું જાણે, એ કઈ દીશામાં….”પણ્ હું તો જાણું છું કે…”
** ‘જેવાં બધાં’ નહીં પણ જેવા બધા.
આટલી શીક્ષકગીરી.
By: Jugalkishor on Thursday, June 14, 2007
at 2:53 p
કાંઇ પણ ટિપ્પણી કર્યાં વગર કવિતાને કવિતાની જેમ માણું તો બસ!
By: આકાશ on Wednesday, August 1, 2007
at 1:40 p
khub j saras lagnio chhe ane
unde unde dukh chhupayu chhe kyaak
pan
jivanni aa j vaastvikata chhe …….
te kabulyu pan to Chhe.
sache j jalkamalvat bani jao vishaad apoaap jato raheshe….
By: Pinki on Monday, September 10, 2007
at 12:03 p