Posted by: bansinaad | Wednesday, April 25, 2007

તાના-રીરી ભાગ ૩

તાના-રીરી ભાગ ૩

બંને સેનાપતિઓએ વડનગર આવી તાના-રીરી ને દિલ્હી આવવા કહ્યું. પરંતુ તેઓએ ના પાડતાં સેનાપતિઓએ બળજબરીપૂર્વક દિલ્હી આવવા દબાણ કર્યું. આ દબાણને વશ ન થતાં બંને બહેનોએ ઘેર મનોમંથન બાદ આત્મ બલિદાનનો માર્ગ વિચાર્યો અને ઈષ્ટદેવની આરતી કરી સૌભાગ્ય શણગાર સજી અગ્નિસ્નાન કરી લીધું. મહાકાળેશ્વર મહાદેવની પાછળ, જ્યાં સ્મશાન આવેલું છે, ત્યાં તાના-રીરીના પ્રતિક રૂપે બંને બહેનોની દેરીઓ આજે પણ તેમના બલિદાનની સાક્ષી પૂરે છે. તાનસેનને જ્યારે આ વાત ની જાણ થઈ ત્યારે તેને ઘણો આઘાત લાગ્યો ને તાના-રીરીના માનમાં નોમ…તોમ.. ઘરાનામાં તાના-રીરી નામને જગતભરમાં પ્રસિદ્ધ કર્યાં. આજે પણ સંગીતજ્ઞો રાગનો આલાપ કરતાં પહેલાં નોમ…તોમ…તાના-રીરી..નોમ…તોમ…નું સ્મરણ કરીને ગાયકી શરૂ કરે છે. આવી વિરાંગના કલાધારિણી બહેનોને સૂરાંજલી અર્પવા માટે વડનગરના તાના-રીરી ગાર્ડન ખાતે તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. હજારો દર્શકો તે માણવાં પધારે છે.

સાભાર - તાના-રીરી સમાધિ (અમદાવાદ થી એક મિત્ર એ મોક્લેલા લેખ પર થી)

Leave a response

Your response:

Categories