Posted by: bansinaad | Tuesday, April 17, 2007

સીમા

સીમા

નહીં સીમાની દરકાર મને
નહીં સીમાની દરકાર
સીમાડો દુનિયાનો શેઢો, જગત મને તલભાર,
વિશ્વ બધું ભૂમિ રમવાની હદની શી તકરાર!
પ્રેમ જલાશય અખૂટ પ્રભૂનું ત્યાં કરનાર વિહાર,
કેમ પડે હોજોમાં ન્હાવા દરિયાનો તરનાર!
જગનાં બાળક સાથ રમું છું જેનો પ્યાર અપાર,
એ ભોળાંને છોડી શાને બાંધુ હું ઘરબાર!
….
સીમા બંધન, સીમા રૂંધન, સીમા રોકણહાર
અમે વિહંગમ ત્રિભૂવન કેરાં ઊડનારાં હદપાર!

–પ્રભાશંકર પટ્ટણી
હરિન્દ્ર દવે, ‘માનસરોવર ના હંસ’ પૃ. ૧૭

Responses

આ રાજકારણી વ્યક્તિએ કવિતા પણ લખી હતી , તે પહેલી વાર જાણ્યું.
આભાર !

Leave a response

Your response:

Categories