ત્રયી –દુર્ગાચરણ પરિડા, અનુ: ભોળાભાઈ પટેલ
દુર્દમ નદીના વમળમાં
કૂદી પડે છે એક ફૂલ
એક તેજસ્વી ફૂલ
તે ફૂલ સાહસનું
ઉન્મત્ત વાવાઝોડાના ઓડ
ચૂમે છે
એક પાંદડું
એક લીલું પાંદડું
તે પાંદડું વિશ્વાસનું.
અંધકારની વેલ પર
ખીલે છે એક કળી
તે કળી પ્રકાશની.
અનુવાદક ભોળાભાઈ પટેલ વિષે વાંચો: ગુજરાતી સારસ્વત પરિચય પર
Posted in વીણેલાં મોતી
