Posted by: bansinaad | Saturday, April 14, 2007

એક નોખો અનુભવ

એક નોખો અનુભવ

ત્રણ-ચાર દિવસ પહેલાં મારે ફીલાડેલ્ફીઆથી પીટસબર્ગ રીસર્ચં સેમિનાર માં ભાગ લેવા માટે જવાનું હતું. વિમાનમાં હું ગોઠવાયો ત્યારે છેલ્લે મારી બાજુની સીટ પર એક ચાઈનીઝ વ્યક્તિ બેઠી હતી. એણે મને વિનંતી કરી કે એની મિત્ર પ્રથમ સીટ પર બેઠી છે અને જો હું એની સાથે સીટ બદલું તો બંને જણા સાથે બેસી શકે. મને તો કોઈ વાંધો હતો જ નહિ પણ મને ક્યાં ખબર હતી કે મને પ્રથમ વર્ગમાં બેસવાનું મળશે! અને સાથે સાથે જે અનુભવ મને થવાનો હતો તે મારાં મન ને હચમચાવી નાખવાનો હતો. પ્રથમ વર્ગ માં પહેલી સીટ. આરામથી પ્રમાણ માં પગ લંબાવી ને બેસવાનું મળ્યું.
 
સામે જ એક આધેડ વયની લાગતી અમેરિકન પરિચારિકા બેઠી હતી. મારું ભારતીય વ્યક્તિત્વ જોઈ ને એને કંઈક વાત કરવી હોય એમ લાગતું હતું. પીટ્સબર્ગ પર જ્યારે વિમાન ઉતરવાની તૈયારી કરતું હતું ત્યારે વાત શરુ થઈ. મારે યુનિવર્સિટી ઓફ પીટ્સબર્ગમાં જવાનું હતું. વિમાનની બારી માંથી મને એનાં ટચુકડાં દેખાતાં મકાનો બતાવ્યાં. એના જ શબ્દોમાં લખું છું,”મારી ૨૨-૨૩ વર્ષની દીકરી એક ભારતીય વિદ્યાર્થી ના પ્રેમમાં હતી. બંને એકબીજાને ખુબ ચાહતાં હતાં. ત્રણ વરસ સુધી બંને જણા૬ ખુબ આનંદમાં હતાં. મારી દીકરીને આટલી ખુશ કોઈ દિવસ જોઈ ન હતી. કોઈ કોઈ વાર અમે બધાં ભારતીય  રેસ્ટોરન્ટમાં ખાવા જતાં તો કોઈ વાર હિન્દી ચલચિત્રો જોવાં જતાં. મારી દીકરી એ થોડું હિન્દી શીખવાનું પણ શરૂં કર્યું હતું. ઘણાં સુંદર ભારતીય કપડાં પણ એ પહેરતી. મારી દીકરી ને લગ્ન કરવાની ઘણી તાલાવેલી હતી. એનો મિત્ર જ્યારે પણ ભારત જતો ત્યારે સુંદર ભેટો લઈ આવતો. પણ એના મિત્ર ના ઘરવાળાં આ સંબંધ માટે રાજી ન હતાં. એને કોઈ ભારતીય ક્ન્યા સાથે પરણાવી દેવામાં આવ્યો.  મારી  દીકરી ખુબ જ દુ:ખી થઈ ગઈ. હજી પણ એની સાથે ગાળેલો સમય એ એના જીવન નો ખુબ મધુર સમય ગણાવે છે. ભારતીય સંસ્કૃતિ ને હજી પણ દુનિયાની સારામાં સારી સંસ્કૃતિ ગણાવે છે’.

આ બધું હું ધ્યાનથી સાંભળતો રહ્યો. મને વિચાર કરતો કરી મૂક્યો. ઘણી વખત મને એવું લાગે છે કે આપણું માનસ હજી પણ બદલાયું નથી.આનંદથી રહેતાં બે જીવોને છુટાં પાડવાનો શું આનંદ એમને મળ્યો હશે?
 


Leave a response

Your response:

Categories