Posted by: bansinaad | Thursday, March 29, 2007

પશ્ચિમ રેલ્વે - મારી માનીતી ‘રાણી’

નાનો હતો ત્યાર થી જ મને ટ્રેનો જોવાની તેમ જ ટ્રેનમાં બેસવાનું બહુ જ ગમતું. માટુંગા ના ફાટક પાસે મમ્મી સાથે બેસી ‘ફ્લાઈંગ રાણી’ પસાર થવાની રાહ જોતો. ધુમાડાના ગોટેગોટા જોઈ એંજીન ડ્રાઈવર બનવાનાં સ્વપ્નાંઓ જોતો. બધી જ ટ્રેનોનો આવવા-જવાનો સમય પણ મોઢે. નવું ટાઈમ ટેબલ આવતું ત્યારે હમેંશા ખરીદી લેતો. સ્ટીમ એંજીનના સંભારણા હજી પણ કઈંક લખવા પ્રેરે છે. બારી પાસે બેઠાં બેઠાં, સુંદર સાંજને નિહાળતાં નિહાળતાં,આંબાના ઘટાદાર વૃક્ષોને સરી જતાં જોઈ, સામેના પાટા પરથી કોઈ ધમધમતી ટ્રેનના સ્ટીમ એંજીનની નજરમાં મારી નજર કોઈ પણ ભોગે મિલાવવાની અને પછી વલસાડના બટાટાવડાં ખાતાં ખાંતાં એક ઈચ્છાની પરિતૃપ્તિ નો આનંદ માણતાં કે પછી જુદાં જુદાં એંજીનોનાં સૂરમાં સૂર પૂરાવી મારાં પ્રણયનો એકરાર સફળતાંપૂર્વક કરતાં કરતાં- કોઈ અવર્ણનીય લાગણીનો અનુભવ આનંદની ચરમસીમાએ પંહોચાડી દેતો. હજી પણ ઈંડિઅન રેલ્વે ફેન ક્લબ ની સાઈટ વડે હું મારી સ્ટીમ એંજીન સાથેની મૈત્રીને પ્રેમપૂર્વક નિભાવી રહ્યોં છું.
આપણા માં ઘણા અમદાવાદ, સૂરત્, મંબઈ, રાજકોટ અને ભૂજ જેવા સ્થાનોએ પશ્ચિમ રેલ્વે ની ટ્રેનો દ્વારા જતા હશે.

જુઓ: પશ્ચિમ રેલ્વે ની વેબ સાઈટ

અને તમારે જાણવું હોય કે તમારી ટ્રેન સમયસર દોડી રહી છે કે નહિ તો એની પણ એક વેબ સાઈટ ઉપલબ્ધ છે
જુઓ: ઓનલાઈન ટ્રેન સ્ટેટસ

Responses

જય, તમારી ભાષા એકદમ સાદી લાગે એવી છે પણ એ એકદમ ભાવવાહી છે. સાવ સાદી રજુઆતમાં પણ તમે પુરેપુરા વ્યક્ત થઈ જાવ છો, એ સંતોષની વાત છે. તમે લખવાનું છોડતા કે ઓછું કરતા નહી.

કાર્તીકની અમદાવાદની વાતો વાંચજો, બહુ સરળતાથી તાકાતવાળું લખે છે. તમે ય સરળતાથી મઝાનું લખો છો.

[...] સુંદર લાયબ્રેરી બનાવવાનો વિચાર કરીએ. આગગાડી અને લાયબ્રેરી - મારી બે પ્રેમિકાઓ છે; [...]

૧૯૭૮માં સુરત જીવનભારતીના છાત્રાલયમાં રહીને ભણતો ત્યારે વેકેશનમાં મુંબઈ ઘેર જવા માટે “રાણી” માં જ જવાનો આગ્રહ રાખતો એ યાદ આવી ગયુ. ૬ રુપિયાની ટીકીટ પર ૫૦% વિધ્યાર્થી કન્શેશન .. સીંગલ સીટ પર બારી પાસે બેસીને નવસારી, બીલીમોરા, વલસાડ ના વડા, વાપી, દહાણુ ની દાળ અને લીલી ફૂદીના વાળી ચા … બોરીવલી અને અંધેરી .. પછી લોકલમા સાંતાક્રૂઝ … મને યાદ આવે છે કે માટુંગા ફાટક પાસે આવેલા એક મકાનના ત્રીજા માળેથી મારા મલેકપોર(નવસારી-બારડોલી રસ્તા પર)ન વતની એવા મિત્રના ફોઈને મળવા ગયો હતો. “હસમુખ ધિરજભાઈ / ધિરજભાઈ ભુલાભાઈ ભક્તા” … એનો એક પિત્રાઇ .. નામ યાદ નથી આવતું .. એ કદાચ તમે જ હો તો ??? .. અચરજ થશે જ !!…….. પણ મઝા પડી ગઈ.

Leave a response

Your response:

Categories