Posted by: bansinaad | Tuesday, March 13, 2007

ધર્મ વિષે ના મારાં અધુરા વિચારો

મારાં મત પ્રમાણે ધર્મ એટલે શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, આનંદ, સેવા, વિવેક, શાંતિ, નમ્રતા, સદ્-વિચાર, સદ્-ભાવના, ભક્તિ, સંતોષ, નિ:સ્વાર્થ ભાવ, સહનશક્તિ, કોઈપણ  પરિસ્થિતિ માં દરેક જીવ પ્રત્યે માન અને સાથે સાથે કુભાવ નો અભાવ, સત્ય અને અહિંસા – આ બધાં જ ગુણો નો આદ્યાત્મિક સમન્વય.

ધર્મ એટલે: (બંસીનાદ માંથી)

જ્યાં પ્રેમ તણો મહાસાગર ઘુઘવતો હોય,
-જ્યાં સત્ય, અહિંસા અને પ્રેમ શાશ્વત હોય,
-જ્યાં ‘નંદીગ્રામ’ જેવું ‘નંદનવન્’ હોય,
-જ્યાં ‘વૈશ્વિક એકતા’ એ ‘ગુરૂ મંત્ર’ મનાતો હોય,
-જ્યાં આખું વિશ્વ એક કંટુંબ તરીકે ઓળખાતું હોય,
-જ્યાં ઈર્ષા, ક્રોધ કે અહંકાર ને કોઈ જાણતું ન હોય,
-જ્યાં દિવ્ય ભાવ બધાં ની આંખો માં થી અખંડ વહેતો હોય,
-જ્યાં ત્યાગ અને સમર્પણ ના ઝરણાં અવિરત વહેતાં હોય…..
કોઈ પણ જાત ની અપેક્ષા વગર આનંદ, લાગણી અને નિર્વ્યાજ પ્રેમની લહાણી કરવી એને હું ઈશ્વરીય બક્ષિસ ગણું છું. મને લાગે છે કે ઈશ્વર ની હાજરી કોઈપણ નિ:સ્વાર્થ ભાવે થતી સેવા કે કોઈ પણ કાર્યં કે જે અપેક્ષારહિત, પ્રેમ થી ઉભરાતું, આનંદથી છલોછલ ભરેલું, ત્યાગ અને સમર્પણ ની ભાવના થી સંક્ળાયેલુ, શ્રદ્ધા અને વિશ્વાસ ના બળે દીપતું, અને સચ્ચાઈ ની સુવાસ થી મહેકતું હોય એમાં કદાચ અનુભવી શકાય.

સર્જિતભાઈ ની એક સુંદર પોસ્ટ ‘મારું રિસર્ચ પેપર…જિંદગીની ડીગ્રી માટે-૩’ ના સંદર્ભ માં ધર્મ વિષે ના આ અધુરાં વિચારો લખ્યાં છે. ધર્મ અનંત છે, સનાતન છે એટલે એને વિષે એક વ્યાખ્યા લખવી એ કદાચ અશક્ય જ હશે.


Responses

  1. સત્ય. પેપર-૫ માં એક પ્રયત્ન કર્યો છે. કૃપા કરી તમારો કોઇ સ્વાનુભવ મોકલી આપશો જયભાઇ. કંઇક નવી રીતે વિચાર કરવાનો વિચાર છે!
    http://tankha.sarjeet.com/?p=61


Leave a response

Your response:

Categories