Posted by: bansinaad | Tuesday, March 13, 2007

હસિત બૂચ: ચાંદની પીધી – સહિયારૂં સર્જન પર ‘અમે અને તમે’

સહિયારૂં સર્જન પર ‘અમે અને તમે’ આ વિષય પર ઘણી સુંદર રચનાઓ વાંચવા મળી અને જો તમે અત્યાર સુધી એમાં ભાગ ન લીધો હોય તો, મને લાગે છે કે તમે સાથીઓની સર્જનાત્મક ધારા ને ઝીલવાનું ભૂલી રહ્યાં છો..અને ક્દાચ તમારી પોતાની સર્જનાત્મક શક્તિ ની તમને પોતાને પણ જાણ થાય..માટે રાહ જોયાં વગર તમારો ખજાનો વિના વિલંબે વહેંચવા માંડો!

એમાં થી બે રચનાઓ અહીં ઉતારૂ છું.

૧. હસિત બૂચ: ચાંદની પીધી

મહોબતના કટોરામાં અમે આ જિંદગી પીધી;
અમે છે જિંદગી આ ત્યારની રોશન કરી લીધી
અમારે આંગણે આવી અમાસો ઝળાંહળાં થાયે
અમે પૃથ્વી ગગન ની એકતા સહજ રચી દીધી

તમે આ પાસ ઊભા લીમડાની મહેકમા તન્મય
જરી તો પારખો: એને ય કોણે મદ ભરી કીધી
તમે કહેશો: ‘હવે તો ઘેલછાની હદ થઈ આખર્!’
અમે ભાષા તમારી એ હજી જાણી નથી લીધી!

નથી કંઈ ચાંદની આ કે ગઝલ બે પળ મળ્યો ઝોલો;
ક્ષણિકતાને અમે તો ક્યારની શાશ્વત કરી દીધી
તમે ખુશ છો મહોબત ને ગઝલ કે ચાંદની શબ્દે;
અમે આ પારની-ઓ પારની વાતો કરી લીધી

૨. મેં લખેલી એક સાદી રચના

અમે અને તમે બંને એક્બીજાના પૂરક
અમે લખીએ ગીત ને તમે વગાડો વાંસળી
અમે ધારીએ આનંદ ને તમે આપો પ્રેમ
અમે જઈએ મંદિર ને તમે વહાવો ઈશ્વરી સંગીત

અમે અને તમે બંને એકબીજાના આધાર
અમે બનીએ કલમ ને તમે બનો શાયરી
અમે ફરીએ હોડીમાં ને તમે બનો એક લહેર
અમે વરસાદી વાયરા ને તમે ફેલાવો વાદળા

બીજી સુંદર રચનાઓ વાંચો: સહિયારૂં સર્જન પર


Leave a response

Your response:

Categories