Posted by: bansinaad | Saturday, March 3, 2007
હોળીનો દિવસ – નવો અનુભવ
આજે મારે આખો દિવસ અહીં ની પબ્લીક લાયબ્રેરી માં કામ કરવાનું હતું. કોઈક કારણસર આજે પ્રમાણ માં વધારે વિધ્યાર્થીઓ અને આબાલવૃદ્ધ બધાં જ ઘણી સંખ્યામાં આવ્યાં. આજે બે મજાની વસ્તુઓ બની. બાળકો ના વિભાગમાં એક નવું જ દ્રશ્ય સર્જાયું હતું. લગભગ સાત-આઠ જેટલાં નાનાં પાળેલાં ગલુડિયાઓ ને નાનાં ભુલકાઓ વાર્તા કહેવાં માં મગ્ન બનેલાં દેખાયા. સાથે બે-ત્રણ શિક્ષકો પણ ખરાં જ. ગલુડિયાઓ, ભુલકાઓ, શિક્ષકો અને લાયબ્રેરી માં કુતુહલતા થી નિહાળતાં પ્રેક્ષકો – એ બધાં વચ્ચે અનન્ય સુમેળ અને સહકાર દેખાયો. નાનાં ભુલકાંઓ એટલા પ્રેમ થી વાર્તા કરતાં હતાં કે જાણે ગલુડિયાઓ સાચે જ એમને દિલ થી સાંભળતા ન હોય! કોઈ પણ કામ પરસ્પર ના સાથ અને સહકાર થી કેટલી સુંદર રીતે પાર પડે છે તેનું એક પ્રત્યક્ષ ઉદાહરણ નિહાળ્યું.
થોડી વાર પહેલા જ અહીં ની શાળામાં ભણતી એક અમેરિકન વિદ્યાર્થિની મને ‘હોળી’ વિષે પુછવાં આવી. એણે કહ્યું કે ‘વોટર્’ ફીલ્મ માં છેલ્લે રંગ ઉડાડતાં લોકો ના દ્રશ્યો જોવાની મજા આવી હતી. મેં એને થોડી વેબ સાઈટો બતાવી અને સાથે સાથે એનું મહત્વ પણ સમજાવ્યુ. અને આપણા ગુજરાતી બ્લોગ્સ પર ની હોળી ને લગતી સાઈટો પણ કેમ ભૂલું?
૧ ૨ ૩ ૪ ૫ ૬
એનાં શબ્દો: “અહીં અમેરિકામાં પણ બધાં લોકો હોળી રમતાં હોય તો કેવી મજાં પડી જાય?”
આપનો ખૂબ આભાર
હોળીની શુભ કામનાઓ
By: shivshiva on Monday, March 5, 2007
at 6:34 p
ખુબ જ આભાર …!આપે યાદ કરી ને આ લિંક્સ મુકી..!..ખરેખર આપણા હર એક તહેવાર અનોખા જ છે..જે બીજી કોઇ જ સંસ્ક્રૂતિ માં નથી..
By: chetu on Tuesday, March 6, 2007
at 8:09 p