Posted by: bansinaad | Saturday, March 3, 2007

ગુજરાત રાજ્ય – લાંચરૂશ્વત વિરોધી બ્યુરો

લાંચરૂશ્વત વિરોધી બ્યુરોનો મુખ્ય હેતુ શક્ય તેટલો ભ્રષ્ટાચાર ઘટાડવાનો છે. આ માટે શંકાસ્પદ કે જેમની સામે ફરિયાદ હોય તેવા રાજ્ય સેવકો સામે છટકાંનું આયોજન કરવામાં આવે છે. ભ્રષ્ટ રાજ્ય સેવકો સામે ગુનો નોંધી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તપાસ ચલાવવામાં આવે છે.પોતાની આવકનાં દેખીતાં સાધનો કરતાં અપ્રમાણસર મિલ્કતો ધરાવતા રાજ્યસેવકો વિરૂધ્ધની ગુપ્ત માહિતી મેળવીને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધવાની કામગીરી પણ બ્યુરો દ્વારા કરવામાં આવે છે.  સમાજમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર માટે સામાન્ય રીતે ‘લાંચ’ શબ્દ પ્રચલિત છે. સામાન્ય નાગરિક લાંચ એટલે કાયદેસરનું કામ કરાવવા માટે આપવી પડતી નાણાકીય રકમ તેટલું જ સમજે છે. પરંતુ લાંચ શબ્દનો વિસ્તૃત અર્થ છે. આ અધિનિયમમાં લાંચ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી નથી. આથી નાગરિકોએ એ જાણવાની જરૂર છે કે ફક્ત નાણાકીય વ્યવહાર જ નહીં પરંતુ જાહેર સેવકને તેની ફરજમાં આવતી કામગીરી કરવા કે ન કરવા માટે આપવામાં ભેટ કે બક્ષિસ પણ લાંચનો જ એક પ્રકાર છે.

જુઓ: ગુજરાત રાજ્ય – લાંચરૂશ્વત વિરોધી બ્યુરો  ની વેબ સાઈટ


Leave a response

Your response:

Categories