Posted by: bansinaad | Sunday, February 25, 2007

સરી જતી યુવાની ને ધારો કે રોકી શકું

મળી છે યુવાની પણ સરી જાય છે ધસમસતા પૂર ની માફક,
ધારો કે એને હું રોકી શકું સમય ના વહેણ માં ખોવાઈ જતી

બનાવું લાગણીઓને કલમબદ્ધ કમ્પ્યુટર પર ઈંટરનેટ થકી,
બહેલાવું વિચારોને સમાંતર મિત્રોના અહેસાસ વડે

બનું હું સ્નેહનું અવિરત ઝરણું હોસ્પીટલના દરદીઓમાં
ફેલાવું અવિચળ જ્ઞાન-જ્યોત વિદ્યાર્થીઓના પ્રેમાળ હૈયામાં

ફરૂં હું આ વિશ્વમા સૌંદર્યનું રસપાન અતિઉર આનંદે,
ન મોકો હું ગુમાવું સેવાનો દરેક જીવ માં ઈશ ને નિહાળતો

સમજું હું પ્રેમ ના પવિત્ર ઝરણાં ને હૃદય ના શુદ્ધ ભાવોથી,
અર્પું સ્નેહની અમૃતાંજલિ મારાં પ્રેમ ને દિવ્ય ભાવો થી

માંગુ હું સાથ મિત્રોનો જીવન સાગર માં થી પામવાં મોતીને,
થતું અલભ્ય દર્શન મૈત્રીનું ને રહેતું ચિરંતન યુવાનીની મહેફિલમાં

મળી છે યુવાની પણ સરી જાય છે ધસમસતા પૂર ની માફક,
ધારો કે એને હું રોકી શકું સમય ના વહેણ માં ખોવાઈ જતી

  

સહિયારું સર્જન પર વાંચો અન્ય કલાત્મક ભાવો ‘ધારો કે’ ના એક સુંદર વિષય પર


Responses

  1. [...] મારું કાવ્ય ‘સરી જતી યુવાની ને ધારો કે રોકી શકું&#…યાદ આવી [...]

  2. a very true words and solutation still looking !

    Pradip


Leave a response

Your response:

Categories