Posted by: bansinaad | Thursday, February 15, 2007

પ્રેમ-સૌંદર્ય મિલાપ

પ્રેમ અને સૌંદર્યનું મિલન થાય ત્યારે શું થાય?
વાંચો આદિલ મન્સૂરી નો આ મુક્તક:

એ આંખ ઊઘાડે અને શરમાય ગઝલ
એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ
કોણે કહ્યું લયને કોઈ આકાર નથી?
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ

સાથે વાંચો સહિયારૂં સર્જન પર ‘તમારા માટે ‘પ્રેમ એટલે’ શું?’
અને મારી કવિતા ‘પ્રેમ એટલે…’

પ્રેમ એટલે શાશ્વત લાગણીઓનું અસીમ સોપાન
પ્રેમ એટલે કલાત્મક ઊર્મિઓનું આવરણ
પ્રેમ એટલે મૌન તરંગોને પ્રેમી તરફ પહોંચાડતું સાધન
પ્રેમ અટલે ગણિત વગરનું આત્મ-સમર્પણ

પ્રેમ એટલે ગહન પણ અવર્ણનીય આનંદની પરાકાષ્ઠા
પ્રેમ એટલે જીવનની ગઝલ ને ઘેલી લાગણીઓથી ઓપતો
પ્રેમ એટલે સમયાન્તરે વધુ ને વધુ નવપલ્લવિત થતો ઊર્મિઓનો મેળો
પ્રેમ એટલે એક્બીજાંને પરસ્પર ખોવાડી દેતો શ્રુંગારમય રસ

પ્રેમ એટલે સ્નેહના અમૃતબિંદુઓની અમર્યાદિત સરવાણી
પ્રેમ એટલે મનનાં ઊંડા મહાસાગરમાં ઉદ્ભવતાં પરિણય ના દિવ્ય મોતી
પ્રેમ એટલે શેરડીનો મીઠો રસ જે ક્ક્ત પ્રેમીઓ જ સમજી શકે
પ્રેમ એટલે બે દિલોની લાગણીઓનુ સુભગ મિલન

પ્રેમ એટલે કશા પણ આડંબર વગર વધુ ફુલતો પારસ્પરિક ભાવ
પ્રેમ એટલે સનાતન ભારતીય સંસ્કૃતિ ની અમુલ્ય ભેટ
પ્રેમ એટલે આત્મિયતા નું સદૈવ મૈત્રીમાં પરિણમતું અખંડ ઝરણું
પ્રેમ એટલે નટખટ અને તોફાની ભાવ જે ફૂલે માત્ર લૂંટાતી વખતે

પ્રેમ એટલે ‘કલાપી’ના કાવ્ય-પુષ્પોની માળા પહેરાવી પ્રણયનો એકરાર


Leave a response

Your response:

Categories