છોડું નહીં રે છોડું નહીં, તારો પાલવ છોડું નહીં
ઘણા દહાડે આજ હાથ આવ્યા છો, હવે ક્યાં જાશો નાસી જઈ
પરવા હવે મને નથી જગતની, તારા તે પ્રેમમાં પાગલ થઈ
મુરલી મનોહર તમારી જોઈ, વાતો જગતની વીસરાઈ ગઈ
ભલે મળ્યાં અંબારામ ના સ્વામી નામ જપીશ તારે શરણે રહીને
ભજન સાગર, પાનું. ૮૯
સંપાદક: ભક્ત મંડળ, કોલવડા