Posted by: bansinaad | Wednesday, February 7, 2007

સાગર કિનારે એક સાંજ

સાગર કિનારે એક સાંજ

(આ કાવ્ય મેં લગભગ પંદર મિનિટમાં જે પ્રમાણે શબ્દો અસ્તિત્વમાં આવ્યાં એ પ્રમાણે હળવાશથી લખ્યું છે અને મનનાં ભાવોને ખુબ જ સરળતાથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે)

દૂર દૂર અનંત મહાસાગરમાં
સોનેરી રવિ અવકાશ માં સરતો દેખાય
ત્યારે મનની ગહેરાઈઓ માં
એક તેજ નો લીસોટો ફંટાતો દેખાય

અત્યંત સમીપ ની અસંખ્ય રેતીનાં કણોમાં
નાના બાળકો કિલ્લોલ કરતા દેખાય
ત્યારે મનનાં લાગણીમય સ્પંદનોમાં
એક સુંદર સાથની ઉણપ વર્તાય

દૂર દૂર ક્ષિતિજ માં ઉડતાં પંખીઓ
સનાતન સાથની મોજ માણતાં પારેવડાં
ત્યારે મનની એકલતાં પામવા મથતાં
હ્રદયનાં ભાવો ને ઈશ્વરનો સાથ મળતો દેખાય

ભીના કિનારે લિસોટા પાડતી ઘોડાગાડી ને
અંદર ભાવની ભીનાશથી ભીંજવતું પ્રેમી યુગલ
ત્યારે અચાનક મન ના સ્મૃતિપટ પર ઉદ્ભવતી
એક અતિસુંદર રાધામય કનૈયાની પ્રતિકૃતિ
પ્રેમ ના સનાતન સત્યને સમજાવતી દેખાય


Responses

  1. મનમાં ઉઠતા તરંગો અને ભાવોને સુંદર વાચા આપી છે!
    અભિનંદન જયભાઇ…


Leave a response

Your response:

Categories