Posted by: bansinaad | Saturday, January 27, 2007

ક્લાપી – રખોપીઆને

રખોપીઆને

ફેંકી દેને તુજ કરથી આ પથ્થરો, ગોફણી આ,
મ્હારે આવી મુજ ચમનમાં જોઈએ કૃરતા ના;
જે પંખીડા મુજ ચમનને લાગતાં ઘા ન છોડે,
તે પંખી છો મુજ ફલફૂલો ચાખતાં પૂર્ણ હર્ષે.

એ સૌ માંગે જરૂર ઘટતો પાકમાં કઈ હિસ્સો,
થોડું માંગે જીવનઅરથે, સ્વલ્પ દેવું ઘટ તો;
ખાઈ-પીને સુખમય બની પંખીડા ગીત ગાતાં,
ન્હાનુ-મ્હોટું સમજી સુખમાં જીવતાં સર્વ ન્હાનાં.

આ મ્હોટું છે ઉપવન અને પંખીડા છે ઘરેણાં
બાંધે માળો તરૂ ઉપર એ છાયમાં કેવી શ્રદ્ધા?
ઘા શા માટે? ગરીબ બહુ એ! સ્વલ્પસંતુષ્ટ ભોળાં!
તે સૌ માટે મુજ ચમનમાં જોઈએ કૃરતા ના.

“સમસ્ત વિશ્વ સૌંદર્યખચિત છે, પ્રસન્ન ને આનંદમય છે; માણસ જ એમાં એના સ્વભાવની કૃરતાથી દુભર્ગતા સર્જે છે. —કલાપી રાજવી હતા, અંગત જીવનમાં આશ્રિતોને અન્યાય થાય કે દુ:ખ થાય ત્યારે પોતાને જવાબદાર ગણીને દ્;ખી થનારા હતાં. શિકારી પંખીને ઘાવ એમના આ જીવનવ્યવ્હારની વિષમતાનાં પ્રતીક હોય એવું સમજાય છે. …પંખી ઉપર પથરો ફેંકતાં ફેંકાઈ ગયો, પણ પછી ફેંકનાર જે વેદના અનુભવે તે કેવી ઊંડી ને સમજમાંથી ઊપજેલી છે!”

કલાપીનાં કાવ્યો, સંપાદક  જયંત પાઠક, પાનું. ૧૮-૧૯


Responses

  1. sundar kaavya Che jaybhai.


Leave a response

Your response:

Categories